ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભરતસિંહ ગોહિલનું નામ જાહેર

303

સમગ્ર રાજ્યભરની સાથો સાથ ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપનો જંગી બહુમતિથી વિજય થયો હતો. અને તા. ૧૮ના રોજ દરેક જિ.પની સાથો સાથ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની જાહેરાત સાધારણ સભામાં કરાનાર છે ત્યારે આજે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખના નામની ઘોષણા કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે ભરતસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઇ સિહોરાના નામની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે મળનારી જિ.પ.ની સાધારણ સભામાં બંન્નેના ફોર્મ ભરી ચૂંટણી કરી સત્તાવાર હોદ્દેદારની જાહેરાત કરવામાં આવશે.
ભાવનગર જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતી સાથે વિજય થયો હતો. ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેના નામની આજે જાહેરાત કરવામાં આવી છે જેમાં સિહોર તાલુકાના સોનગઢ બેઠક પરથી વિજેતા થયેલ ભરતસિંહ દિલુભા ગોહિલ અને નોંઘણવદર બેઠક પરથી વિજેતા થયેલ ઘનશ્યામભાઇ સિહોરાના નામની ઉપપ્રમુખ પદે જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ, ઉપપ્રમુખના ચૂંટણી માટેના ભાજપના આગેવાનોની સાથે જઇ બંન્ને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આવતી કાલે ભાવનગર જિલ્લા પંચાયતની મળનારી સાધારણ સભામાં ચૂંટણી યોજી પ્રિસાઇન્ડીંગ ઓફીસર દ્વારા બંન્નેના સત્તાવાર નામ વિજેતા થયેલાની જાહેરાત કરવામાં આવશે.
આમ, લાંબા સમયથી સસપેન્સ રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખના નામની ભાજપ દ્વારા જાહેરાત કરી દેવાતા તમામ અટકળોનો અંત આવ્યો છે.

Previous articleભારતમાં કોરોનાએ ગતિ પકડીઃ ૨૪ કલાકમાં ૨૪ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા
Next articleવલ્લભીપુર, મહુવા, પાલિતાણા ન. પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખના નામો જાહેર થયા