કલા મહાકુંભના બીજા દિવસે કલાકારો દ્વારા કલા ની પ્રસ્તુતિ કરી મંત્ર મુગ્ધ કરી દીધા

614

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર ના ઉપક્રમે વહીવટી તંત્ર ભાવનગર ની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી સંચાલિત મહાનગર પાલિકા કક્ષા ની સ્પર્ધામાં બીજા દિવસે તેનું ઉદ્ઘાટન નીલેશભાઈ રાવલ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર ના વરદ હસ્તે કરવામાં આવેલ.

યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે આયોજન થયેલ છે બીજા દિવસે સમુહગીત,સુગમ સંગીત,વતૃત્વ, તબલા , રાસ,ભરતનાટ્યમ, નિબંધ ,ચિત્ર ની સ્પર્ધા યોજાય હતી. જેમાં જુદી જુદી શાળાના ૬૬૬ કલાકારોએ ભાગ લીધો
૨૩/૧/૨૦ ના રોજ ગરબા,લોકનૃત્ય, લગ્નગીત,લોકગીત ભજન,એકપાત્રિય અભિનય ની સ્પર્ધા યોજાશે.

Previous articleઅમર શહિદ હેમુ કાલાણી શહિદી દિવસ નિમિત્તે બાઇક રેલી યોજાઈ
Next articleબિગબજાર દ્વારા સૌથી સસ્તા 5 દિવસ ની જાહેરાતમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતાં હોબાળો