બિગબજાર દ્વારા સૌથી સસ્તા 5 દિવસ ની જાહેરાતમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતાં હોબાળો

1814

ભાવનગર શહેર માં આવેલ બિગ બજાર માં સૌથી સસ્તા 5 દિવસ સ્કીમ માં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામા આવી રહી છે. જેમાં સીંગતેલ આપવાની જાહેરાત કરી હતી અને તેની જગ્યાએ કપાસિયા તેલ નો ડબ્બો આપવામાં આવી રહ્યો છે.

આમાં શહેર માં મોલ માં ગ્રાહકો ને લોભામણી સ્કીમો આપી ને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી ને ગ્રાહકોને મોલ સુધી બોલાવી રહ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકા ની સામે આવેલ બિગ બજાર સૌથી સસ્તા 5 દિવસ એવી જાહેરાત કરવામાં આવી હતી. 22 થી 26 એમ 5 દિવસ જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં જાહેરાત માં સીંગતેલ ના ડબ્બો ની છપાય છે તેના બદલામાં ગ્રાહકોને કપાસિયા તેલ ના ડબ્બો આપી રહ્યા છે…

ગ્રાહકો બિગ બજાર ના સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવી રહી છે તેમ ગ્રાહકો એ જણાવ્યું હતું. આવી રીતે ખોટી જાહેરાત આપી ને ગ્રાહકોને સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. સંચાલકો દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતા ગ્રાહકોએ હોબાળો મચાવીયો હતો.

Previous articleકલા મહાકુંભના બીજા દિવસે કલાકારો દ્વારા કલા ની પ્રસ્તુતિ કરી મંત્ર મુગ્ધ કરી દીધા
Next articleNIA તપાસ ચલાવતી એક કરોડથી વધુ જાલી નોટની તપાસ તથા સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશનના જાલી નોટ ના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ