લીંબડી દિગભુવન પેલેસ ખાતે અનુગામી લીંબડીના યુવરાજ નું કરવામાં આવ્યું રાજ્યભિષેક

953

લીંબડી દિગભુવન પેલેસ ખાતે અનુગામી લીંબડીના યુવરાજ નું કરવામાં આવ્યું  રાજ્યભિષેક લીંબડી ના નામદાર ઠાકોર સાહેબ છત્રપાલસિંહ સાહેબ નું થોડાક દિવસ પહેલા દુઃખદ અવસાન થતાં તેમના અનુગામી તરીકે પરંપરા રીતે 40 માં મંગલેશ્વર તરીકે નેક નામદાર ઠાકોર જયદીપસિંહ બાપુ નું રાજતીલક શાસ્ત્રોક્ત વિધા વિધિસર તેમના બહેન હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ રાજતીલક પ્રસંગે વાંકાનેર સ્ટેટ, ચુડા ઠાકોર, ધ્રાગધ્રા સ્ટેટ, લખતર સ્ટેટ, છોટા ઉદેપુર, જયપુર સ્ટેટ, વઢવાણ સ્ટેટ તેમજ દેશ વિદેશ માં થી પધારેલ યુવરાજો, રાજા મહારાજા અને લીંબડી શહેર ના પ્રજાજનો, દરેક સમાજમાં રાજપૂત સમાજ, જૈન સમાજ, દાઉદી વોરા સમાજ, મુસ્લિમ સમાજ, દલિત સમાજ, દરજી સમાજ, ખત્રી સમાજ, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, વાંણદ સમાજ તેમજ વિગેરે અન્ય સમાજ ના આગેવાનો, રાજકીય આગેવાનો ઓ ઉપસ્થિત રહીને રાજતીલક કરવામાં આવેલ.

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleધ્રુવીકાબા દિગ્વિજયસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ
Next articleસમૂહ માધ્યમો કેવળ મનોરંજન માટે નહીં,પણ માનવીય અભિગમના પ્રસાર માટે ય ઉપયોગી માધ્યમ : જય વસાવડા