નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નમો ટેબલેટ ના વિતરણ નો કાર્યક્રમ યોજાયો

1547

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નમો ટેબલેટ ના વિતરણ નો કાર્યક્રમ તા:- ૭ માર્ચ ને શનિવાર ના રોજ  સવારે ૯ કલાકે યશવંતરાયનાટ્યગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ૧૦૦૦ ના ટોકન દરે નમો ટેબલેટ આપવામાં આવે છે. આજના સમય ની જરૂરીયાત મુજબ ની સુવિધાથી સજ્જ આ ટેબલેટ ધો:-૧૨ પાસ કર્યા પછી કોલેજ કરવા એ એડમીશન મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે.

આજનો સમય ટેકનોલોજી નો છે. આજે આંગળી ના ટેરવે વિશ્વ માહિતી સોશ્યલ મીડીયાના માધ્યમ થી મેળવી શકાય છે. આ ઉપરાંત આજ નું આધુનીક શિક્ષણ પણ ઓનલાઈન ભણવામાં આવે છે. આ તમામ બાબત માં ગુજરાત નો વિદ્યાર્થી પારંગત બને તે હેતુથી માત્ર ૧૦૦૦ ના ટોકન દરે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને ટેબલેટ આપવામાં આવે છે.

નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., ફેશન ડિઝાઈનીંગ, માં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીનીઓને નમો ટેબલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયા એ વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય સસ્કૃતી નું આભુષણ સ્ત્રી છે. સ્ત્રી ને શકતી ના રૂપમાં પૂજવામાં આવે છે. જયારે ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા એ જણાવ્યું હતું. કે આજની ટેકનોલોજી ના સમયમાં પણ ભારતીય સંસ્કૃતી જીવંત રહી છે. તે માટે સ્ત્રી નો મોટો ફાળો આ સંસ્કૃતી ટકાવી રાખવામાં રહ્યો છે. આજના આધુનીક યુગમાં પણ આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતી ભુલાવી ના જોઈએ તેવી દરેક વિદ્યાર્થીનીઓને અપીલ કરી હતી.

આ નમો ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય ના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને ઉત્તરપ્રદેશ ભા.જ.પ. ના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા તથા ગુજરાત પ્રદેશ ભા.જ.પ. ના પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા તથા ભાવનગર ના એસ.પી. શ્રી જયપાલસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને આ મહાનુભાવો ના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને ટેબલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous article૧ કરોડ ખંડણી,અપહરણના ગુન્હાના માસ્ટર માંઇન્ડ સંજય દવે, ભાવેશ ડાંગર ઝડપાયા
Next articleપશ્ચિમ રેલેવેના મહાપ્રબંધક દ્વારા પોરબંદર-વાંસજલિયા-જેતલસર રેલખંડનું વાર્ષિક નિરીક્ષણ