કોરોનાથી બચવાના સંદેશાઓ, સ્લોગનો કાર પર દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ

2424

કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે તેમજ વૈશ્વિક્સ્તરે પણ કોરોના
વાઇરસને મહામારી ઘોષિત કરાઇ છે ત્યારે આ જીવલેણ વાઈરસથી સુરક્ષિત રહેવા જો કોઈ સૌથી વધુ
મહત્વની બાબત હોય તો તે છે લોકજાગૃતિ.
અને લોકોમાં આવા જ પ્રકારની લોક જાગૃતિ કેળવાય તે હેતુથી ભાવનગરના એક નાગરિકે કર્યો છે અનોખો
પ્રયાસ. ભાવનગરના જાણીતા ગાયક અને પોતાના એન.જી.ઓ થકી સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા ચુડાસમા
જીતેન્દ્ર ઉર્ફે જીતુ જેકસન અને તેમની ટીમ દ્વારા પોતાની ઈનોવા કારમાં લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે
મહત્તમ જાણકારી કેળવાય તેમજ લોકોમા કોરોનાથી બચવા અંગેની જાગૃતિ વધે તે પ્રકારના સંદેશ, સ્લોગન
અને સૂત્રો લખી સ્વખર્ચે ભાવનગર જિલ્લા તથા શહેરના વિવિધ ગામડાંઓના તેમજ દુર્ગમ વિસ્તારોમાં ફરી
કલોક્જાગૃતી કેળવવાની ખૂબ સમાજોપયોગી કામગીરી કરવામાં આવી રહી છે. જીતેન્દ્રભાઈની આ વિવિધ
સ્લોગનોથી સજ્જ કારને જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર
બરનવાલ તેમજ અધિક નિવાસી કલેક્ટર શ્રી ઉમેશ વ્યાસે નિહાળી હતી અને સમગ્ર ટીમ દ્વારા હાથ
ધરવામાં આવેલ આ જનજાગૃતિ અભિયાન ની બિરદાવ્યું હતું.

Previous articleવીડીયો તથા ઓડીયો કલીપમાં ગાળો આપી કલીપ વાયરલ કરવાના ગુન્હામાં વોન્ટેડ આરોપી મંગલ જાદુગરને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
Next articleબેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત જાહેર સ્થળોએ વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દિકરીઓના હોર્ડીંગ્સ લગાવાશે