વીડીયો તથા ઓડીયો કલીપમાં ગાળો આપી કલીપ વાયરલ કરવાના ગુન્હામાં વોન્ટેડ આરોપી મંગલ જાદુગરને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

1807

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર  આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર  ટી.એસ. રીઝવી સાહેબના માર્ગદર્શન અને સુચનાથી પોલીસ સબ ઇન્સ્પેકટર  ટી.એસ. રીઝવી સાહેબ તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દામનગર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૫૪/૨૦૧૯ આઇ.ટી.એકટ કલમ ૬૭ તથા ઇ.પી.કો. કલમ ૫૦૪ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ચીરાગ ઉર્ફે જાદુગર મંગલ મંગલભાઇ ચુડાસમા ઉ.વ.૩૫, રહેવાસી-મુળ વડોદરા સનફાર્મ રોડ, શ્રીમ સાતત્ય ફલેટ ૧૦૮, નીલાબંર બંગ્લોઝની બાજુમાં હાલ-અમલસાડ તા.ગણદેવી જી.નવસારી વાળાને અમલસાડ તા.ગણદેવી ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દામનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર  ટી.એસ. રીઝવી સાહેબ તથા સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર હેડકોન્સ. મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.

Previous articleરાણપુરમાં પ્રોબેશનલ ડી.વાય.એસ.પી-સી.પી.મુંધવા એ ચાર્જ સંભાળતા:અસામાજીક તત્વોમાં ફફડાટ.
Next articleકોરોનાથી બચવાના સંદેશાઓ, સ્લોગનો કાર પર દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ