મોટી પાણીયાળી કે.વ.શાળાના શિક્ષકોનું સન્માન

882

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના તમામ ૧ર શિક્ષકો રજાઓમાં અને શાળા સમય પુરો થયા બાદ પણ બાળકોને શિક્ષણ આપવું, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવી, શિષ્યવૃત્તિ પરિક્ષાઓની તૈયારી કરાવવી, શાળામાં દાતાના સહયોગથી વિશાળ પ્રાર્થના કક્ષનું નિર્માણ કરવું તથા શાળા માટે તમામ શિક્ષકો દ્વારા આર્થિક યોગદાન પણ આપવામાં આવેલ, આથી શાળા અને બાળકો માટે શિક્ષકોના યોગદાન બદલ તથા શાળા અને બાળકો માટે વધુ કાર્ય કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા હેતુથી શાળાના તમામ શિક્ષકોનું આચાર્ય બી.એ.વાળા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

Previous articleNSUI દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી શહિદો માટે ફંડ એકત્ર કરાયું
Next articleસિહોરની એલ.ડી.મુની હાઈ. ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો