સિહોરની એલ.ડી.મુની હાઈ. ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

718

 

સિહોર એજકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુની હાઈસ્કુલ સિહોર ખાતે ધોરણ ૧૦ (દસ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્રિવિધ કાર્યક્રમ વિદાય માર્ગદર્શન શુભેચ્છા યોજવામાં આવેલ જે અંતર્ગત સિહોર પોલીસ મથકના પી.એસ.આઈ. પી.આર. સોલંકી, પત્રકાર સંઘના પ્રમુખ બાબુભાઈ રાઠોડ, સિહોર કોર્ટના લીગલ પેરાલીગલના સભ્ય્‌ અને પત્રકાર હરીશ પવાર, સંસ્થાના માનદમંત્રી ભરતભાઈ મલુકા, શાળાના ઈન્ચાર્જ  આચાર્ય જે.બી અસારી ઉપસ્થિત રહેલ. આમંત્રીત મહેમાનોએ વિદ્યાર્થીઓના ભાવિ અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન પુરૂ પાડેલ. શાળાના માધ્યમિક વિભાગના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન પુરૂ પાડેલ.

Previous articleમોટી પાણીયાળી કે.વ.શાળાના શિક્ષકોનું સન્માન
Next articleઢસા ગામે આવેલા એકમાત્ર એ.ટી.એમ નોટબંધી પંછી શોભાના ગાંઠીયા સમાન