રાણપુરમાં પ્રોબેશનલ ડી.વાય.એસ.પી-સી.પી.મુંધવા એ ચાર્જ સંભાળતા:અસામાજીક તત્વોમાં ફફડાટ.

2088

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ પ્રોબેશનલ ડી.વાય.એસ.પી-સી.પી.મુંધવા ચાર્જ સંભાળતા જ અસામાજીક તત્વો માં ભારે ફફડાટ ફેલાય ગયો છે.કડક અને બાહોશ અધિકારી તરીકે નામ મેળવનાર સી.પી.મુંધવા સાહેબ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં દારૂ,જુગાર,રોમીયોગીરી,અસામાજી પ્રવૃત્તી,તેમજ જાહેર માર્ગો ઉપર ટ્રાફીક,અડચણરૂપ દબાણો જેવી પ્રવૃતી ઉપર કાયદાકીય રીતે કોઈ પણ ચમરબંદી ની શેહ શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમજ વર્તમાન પરિસ્થિતિ જોતા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી લોકો માટે સલામતીનું વાતાવરણ કાયમ ઉભુ કરવુ એ અમારી પ્રાથમિકતા રહેશે. ગુનાખોરી અટકાવવા સ્પેશિયલ ટીમ બનાવી યોગ્ય રણનીતિ ઘડી કાયદા મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે. પોલીસ સ્ટેશન વિસ્તારના દરેક ગામોની રૂબરૂ મુલાકાત લઇ ગામના સામાન્ય માણસને પડતી તકલીફો જાણી, પોલીસ વિષયક સેવાઓ ઝડપી મળી રહે તેવો લોકો ઉપયોગી અભિગમ રહેશે. ગુનાખોરીમાં સંકળાયેલા લોકોને આવી પ્રવૃત્તિ કરતા અટકાવવા અને સમાજ ની મુખ્ય ધારા તરફ વાળવા સુરક્ષા સેતુ કાર્યક્રમ તથા સરકારના અન્ય ડિપાર્ટમેન્ટ,એનજીઓ,સેવાભાવી સંસ્થાઓ વગેરે સાથે સંકલન સાધી આ વિસ્તારના સમગ્ર લક્ષી વિકાસ માટે યોગ્ય રણનીતિ તૈયાર કરી લોકોનો પોલીસ તંત્ર પર વિશ્વાસ કેળવાય તેવા તમામ પગલા લેવામાં આવશે.તેમજ રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં અસામાજીક પ્રવૃતી અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતી અંગેની જાણ રાણપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યુ છે.રાણપુર પોલીસ સ્ટેશનનો નંબર:-7433975952.તેમજ બોટાદ કંટ્રોલ:-7433975910

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleવેરાવળ પાલિકા દ્વારા જાહેર રસ્તા પર માલસામાન રાખનાર ઉપર તવાઈ
Next articleવીડીયો તથા ઓડીયો કલીપમાં ગાળો આપી કલીપ વાયરલ કરવાના ગુન્હામાં વોન્ટેડ આરોપી મંગલ જાદુગરને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ