સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા થયેલ શિબિરનું આયોજન

352

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ત્રીકોણ બાગ ખાતે કૉમ્યુનલ હારમની કૅમ્પેઇન એન્ડ ફ્લેગ ડે – ૨૦૨૦ અન્વયે અવરનેસ શિબિર નું આયોજન સંપૂર્ણ સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક, તથા સેનીટાઇઝર બાબતે ચુસ્ત પાલન સાથે કરવામાં આવ્યું જે અંતર્ગત ” ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ” – અમદાવાદ ની સુચના મુજબ “સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના અધ્યક્ષ એસ.કે.વ્યાસ સાહેબ ના માર્ગદર્શન મુજબ ” કોમી એકતા ” વિષયે ” લોક જાઞૃતિ ” કાર્યક્રમ યોજવામાં આવ્યો .જેમાં સિહોર તાલુકા કાનૂની શિબિર ના સેક્રેટરી વિજયભાઈ સોલંકી ની ખાસ ઉપસ્થિત માં આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં ” કોમી એક્તા ” વિષય પર. પી.એલ. વી. આનંદ રાણા, ડૉ.શ્રીકાંતભાઇ દેસાઈ તથા યુનુસભાઇ મહેતર શેઠ (સુપરજયુશ) દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તથા કાર્યક્રમ નું સંચાલન સિહોર કોર્ટ ના પી.એલ વી હરીશભાઇ પવાર દ્વારા એકતા અખંડિતા. ભાઈચારા સાથે વિશેષ વાત કરવામાં આવેલ.

Previous articleગૌરીશંકર સરોવરમાં તંત્ર દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું
Next articleભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર રોડની હાલત અતિશય બિસ્માર