રોહિત શર્માએ સ્ટીવ સ્મિથની સામે ઉતારી તેની નકલ, વીડિયો થયો વાયરલ

417

બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ ચાલી રહી છે. જેમાં ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન સ્ટીવ સ્મિથની કોપી કરવાની કોશિશ કરી હતી. સીરિઝની અંતિમ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન જ્યારે સ્ટીવ સ્મિથ ગ્રાઉન્ડ પર હતો, ત્યારે રોહિત શર્માએ તેની સામે તેના જ અંદાજમાં શેડો પ્રેક્ટીસ કરી હતી.
મજાની વાત એ છે કે તે સમયે ક્રીઝ પર સ્ટીવ સ્મિથ બેટીંગ કરી રહ્યો હતો અને ઓવર ખતમ થયા પછી રોહિતે થોડીક સ્મિથની જેમ જ શેડો બેટીંગ શરૂ કરી દીધી હતી. હવે આ માત્ર અટકળો હશે કે શું રોહિત ખરેખરમાં શેડો બેટીંગ કરી રહ્યો હતો, અથવા માત્ર સ્ટીવની મજાક ઉડાવવા માટે આવું કર્યું હતું. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે સિડની ટેસ્ટ મેચ પછી ઘણી આલોચના ઝેલવી પડી છે.
ત્રીજી ટેસ્ટ દરમિયાન ઋષભ પંતના ગાર્ડના નિશાનને ઘસીને દૂર કરવાના આરોપનો તેણે સામનો કરવો પડ્યો હતો. સ્મિથ વીડિયોમાં જે કરતો જોવા મળી રહ્યો છે તેમાં કંઈ જ ખોટું નથી. પરંતુ ખેલના પૂર્વજ દિગ્ગજો દ્વારા તેની ઈમાનદારી અને ખેલ કૌશલ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સ્મિથનો વીડિયો સામે આવ્યા પછી આ બેટ્‌સમેને સોશિયલ મીડિયા પર પ્રશંસકોની સાથે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન વિરેન્દ્ર સહેવાગની આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો.

Previous articleઅભિનેત્રી પ્રાચી દેસાઈ વ્હીલચેર પર જોવા મળી
Next articleદિલ્હીમાં કોણ આવશે કોણ નહીં, પોલીસ નક્કી કરશેઃ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર સુપ્રિમનું નિવેદન