ભાવનગરની યુવતીએ વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે કાર્યરત ૧૦૦૦ મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું

481

રિપબ્લક ઓફ વુમન ( યુનાઈટેડ નેશન) એજ્યુકેટિવ બોર્ડ દ્વારા ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરવા મહિલા કોલેજની વિદ્યાર્થિની જાનવી મહેતાનો મહત્વની યાદીમાં સમાવેશ કરાયો છે. વિશ્વમાં મહિલા સશક્તિકરણ માટે કાર્યરત અને નારી ઉત્થાન માટે કામ કરતી ૧૦૦૦ મહિલાઓની યાદીમાં જાનવી મહેતાનો સમાવેશ કરાયો હતો.
કુ.જાનવી મહેતા નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એમ.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને યોગના ઇન્ટરનેશનલ ખેલાડી છે અને મિસ યોગિનીનો એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. તાજેતરમાં રિપબ્લિક ઓફ વુમન દ્વારા વિશ્વની નારી સશક્તીકરણ માટે કાર્યરત ૧૦૦૦ મહિલામાં પસંદગી થતા કુ.જાનવી મહેતાએ કોલેજ, ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
જાનવી મહેતાની આ સિદ્ધિ બદલ કોલેજના મે.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને મેં.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી નંદકુવરબા કોલેજ, દેવરાજનગર ની વિદ્યાર્થિનીની પસંદગી કરાઈ હતી.નંદકુવરબા કોલેજ પ્રોગ્રામ ઓફીસર શૈલેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોલેજની વિદ્યાર્થિની જાનવી મહેતા તાજેતરમાં વિશ્વની ૧૦૦૦ મહિલાઓ સ્ત્રી સશક્તીકરણ માટે કામ કરે છે તેની યાદીમાં તેમની પસંદગી કરવામાં આવી છે. જાનવી મહેતા યોગની ખેલાડી છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવનગર અને નંદકુવરબા કોલેજનું નામ રોશન કર્યું છે.
યાદીમાં જે ૧૦૦૦ મહિલાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. તેમાં ભારતના ખ્યાતનામ મહિલાઓ, સામાજિક કાર્યકરો, કિરણ બેદી જેવી અનેક મહિલાઓ છે જેનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર નંદકુવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની જાનવી મહેતાની પસંદગી કરવામાં આવી છે.

Previous articleભાવનગરના ટેમ્પાચાલકનો પુત્ર ચેતન સાકરિયા ૈંઁન્માં ૧.૨ કરોડમાં વેચાયો
Next articleમતદાન કેન્દ્રો પાસે માર્કીંગ