ભીમપગલા હનુમાનજી મંદિરનું બાંધકામ પુરજોશમાં શરૂ કરાયું

791
bvn642018-2.jpg

જાફરાબાદ તાલુકાના ભાકોદર- વારાહસ્વરૂપનું અતિ પૌરાણિક ભીમ પગલા કે જયા અજ્ઞાનવસ્તામાં પાંડવો આ જગ્યાએ આવેલ અને જયા આજે પણ ભીમનું પગલું નજરે પડે છે. લોક વાયકા પ્રમાણે માતા કુન્તાજીને તરસ લાગેલ અને ભીમુ પાટુ મારી પાતાળમાંથી પાણી કાઢી માતાજીને પાણી પાયેલ ત્યાં વર્ષો જુનુ ભીમ પગલા નામે હનુમાનજીનું મંદિર આવેલ છે તે મંદિર આજુબાજુની જગ્યામાં અતિ કિંમતી ખનીજ સંપતી હડપ કરવા કોઈએ ગત તા. ર૩-પ-ર૦૧૭ના દિવસે બુલડોઝર મારી તોડી પાડેલથી ભાંકોદર, કોવાયા, વારાહસ્વરૂપ, બાબરકોટ, વાંઢ, મીતીયાળા ગામની જનતાએ કંપની સામે કરેલ હલ્લાબોલથી ત્યારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જીલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ સ્થળ પર જઈ પાંચ ગામની જનતાને ભરોસો આપેલ કે જેણે આ મંદિર તોડયું છે તેની પાસે જ બનાવવાની જવાબદારી હું લઉ છું. આથી શાંત પડી ગયેલ અને હીરાભાઈએ લીંગલી મંદિર બનાવવાની પ્રોસીઝર શરૂ કરેલ. તેમાં મામલતદાર ચૌહાણ (જાફરાબાદ) તેમજ કંપનીની બેઠકનો દોર શરૂ કરેલ અને અંતે પુનઃ હતું ત્યાં જ હનુમાનજીનું નવું મંદિર બનાવવા યુધધની ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મંદિરે અવાર-નવાર યાત્રાળુઓ રાત વાસો રોકાતી હોય છે. તો યાત્રાળુઓ માટે મંદિરની બાજુમાં એક હોલ અને રસોડુ પણ બનાવી આપવા જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલની પાંચ ગામની જનતા વતી માંગ છે. હાલ મંદિરનું કામ યુધ્ધના ધોરણે ચાલે છે. 

Previous articleકેમલ ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ
Next articleયુથ નેશનલ વોલીબોલમાં સિલ્વર મેડલ મેળવ્યો