ભાવનગરની આરટીઓ કચેરીમાં દંડ ભરવા માટે લોકોની લાંબી લાઈન લાગી

254

કોરોના ના વધતા જતા સંક્રમણને લઈ ધંધા રોજગાર સાવ ઠપ થય ગયાં છે, લોકોને બે-ટકનું પૂરું પાડવું પણ મુશ્કેલ પડી રહ્યું છે, તેવા કપરા સમયમાં ભાવનગરની જનતાને અધિકારીઓ દ્વારા વાહનોમાં નિયમ ભંગ બદલ આપવામાં આવતા દંડને લઈ ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે.

ભાવનગર જિલ્લામાં કોરોના ના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે તેવા સમયમાં ભાવનગર આરટીઓ કચેરીમાં વાહનનો દંડ ભરવા માટે એક જ બારી શરૂ હોવાથી લોકોની લાઈન લાગી હતી, આ બાબતે મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવતા આરટીઓ કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર કહેવા પૂરતો લોકોને કોરોનાના નિયમોનું પાલન તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી, આ બાબતે આરટીઓ અધિકારી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઓનલાઇન દંડ ભરવાની વ્યવસ્થા થઈ રહી છે જેથી લોકો ને કચેરીએ ધક્કા ન ખાવા પડે, તેમજ કચેરી દ્વારા કોરોના ગાઇડ લાઇનનું પૂરતું પાલન થઈ રહ્યું છે અને લોકોને પણ કરાવવામાં આવે છે તેવું જણાવ્યું હતું, જ્યારે દ્રશ્યો કંઈક અલગ જક કહી રહ્યા છે

Previous articleસોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નહીં કરતી ચાર દુકાનો સીલ કરાઇ
Next articleઆજે જિલ્લામા ૨૫૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૩૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૬ દર્દીઓનું અવસાન થયું