હાર્દિકના સમર્થનમાં બુધેલ ખાતે નિતિન ઘેલાણી સહિત પાંચે માથે મુંડન કરાવ્યું

1595

આજરોજ તા. ૪-૯-ર૦૧૮ને મંગળવારે ભાવનગર તાલુકાના પાસના કેન્દ્રબિન્દુ બુધેલ ગામે પાસ કન્વિનર નિતિન ઘેલાણીના નિવાસ સ્થાને પ્રતિક ઉપવાસ અને ધુનનો કાર્યક્રમ હાર્દિક પટેલના આમરણાંત ઉપ્વાસના સમર્થનમાં અને તેમના દિર્ધાયુ અને આરોગ્ય ક્ષેમ કુશળની ઈશ્વર પ્રાર્થના ધુન મારફતે કરવામાં આવેલ છે.

આજના પ્રતિક ધરણાના કાર્યક્રમ સવારથી જ ૧૦૦ ઉપરાંત યુવાનો ધરણા અને ધુનમાં જોડાયા હતાં. આજના કાર્યક્રમમાં ભાવનગર જીલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ  ગોહિલ તેમના સમાજની વિશાળ ટીમ સાથે ઉપવાસ સ્થળે રૂબરૂ પધારી હાર્દિક પટેલના આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું.

આજના પ્રતિક ધરણાના કાર્યક્રમમાં અનેક નામની-અનામી રાજસ્થ મહાનુભાવોએ હાર્દિક પટેલની ત્રણ માંગણી સાથેની લડતને સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રતિક ધરણા દરમિયાન લડન સિતિના પાંચ યુવાનોએ મુડન કરાવ્યું હતું. ભાવનગર જીલ્લાભરમાંથી સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ભાવનગર જિલ્લા પાસ કન્વીનર નિતિન ઘેલાણી સહિત પાંચ વ્યકિતએ હાર્દિકના સમર્થનમાં બહેરી અને અત્યાચારી સરકાર સામે રોષભેર બળાપો કાઢી મુંડન કરાવ્યું હતું. કિસાન સંઘ અને ખેડૂત અગ્રણી વીરજીભાઈ જસાણી, પત્રકાર સંગઠનના ગુજરાત પ્રમુખ અને  ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના લાભુભાઈ કાત્રોડીયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈ ટેકો જાહેર કર્યો છે.

Previous articleનિર્મળનગર ખાતે હોલસેલની દુકાનમાંથી સીગારેટોની ચોરી
Next articleરર લાખના મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો