રર લાખના મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો

2274

ગઇકાલ તા.૦૩/૦૯/ ૨૦૧૮નાં રોજ અભિજીત રાજેન્દ્દભાઇ શિહોરી રહે.સુભાષનગર, ભાવનગર વાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તેઓનાં મામા ભરતભાઇએ ફોન કરી ભરતભાઇનાં મકાન ઉપર એક ભાઇને જોયેલ છે.જેથી તાત્કાલીક મકાને જા.જેથી તેણે મકાને જઇને જોયેલ તો ઘણાં માણસો તથા પોલીસ હાજર હતાં.તેણે મકાનમાં જઇ તપાસ કરતાં મકાનમાં આવેલ રૂમમાં રાખેલ કબાટ તથા તિજોરી ખુલ્લી હતી.તેમાં રાખેલ આશરે રોકડ રૂ.૧૦,૦૦,૦૦૦/-તથા સોનાં-ચાંદીનાં દાગીનાં-વાસણો મળી કુલ રૂ.રૂ.૧૬,૪૭,૫૦૦/- ની ચોરી થયેલ હોવાનું જણાવેલ.જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ જે.જે.રબારી પોલીસ ઇન્સ.,નિલમબાગ પોલીસ સ્ટેશન,ભાવનગરનાંઓએ સંભાળી લીધેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ઉપરોકત ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

એલ.સી.બી.ની ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન શેલારશા ચોક પાસેથી પસાર થતાં શકિતસિંહ કિશોરસિંહ ગોહિલ તથા મીનાજભાઇ યુનુસભાઇ ગોરીને બાતમીરાહે હકિકત મળેલ કે,એક ઇસમ બ્લુ કલરનું સુઝુકી કંપનીનાં મોટર સાયકલ ઉપર બે રેકઝીનના થેલા અંદર ચોરીનો માલ ભરી ઉભો હોવાની માહિતી મળી આવેલ.જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં હકિકતવાળી મોટર સાયકલ પાસેથી ઇરફાનભાઇ ઉર્ફે ભુરો ઇકબાલભાઇ શમા  ઉ.વ.ર૯ રહે.શેલારશા ચોક,અમીપરા મસ્જીદ સામે,ભાવનગરવાળો ભાગવા જતાં જેમનો તેમ પકડી લીધેલ. તેની કબ્જાનાં મોટર સાયકલ પર રાખેલ કાળા કલરની કીટમાંથી રૂ.૧૬,૪૦,૧૫૦/-ની ભારતીય ચલણી નોટો તથા મોટા થેલામાંથી સોના-ચાંદિનાં દાગીના-વાસણો કિ.રૂ. ૫,૦૦,૨૦૦/- મળી આવેલ.જે અંગે તથા તેની પાસેથી મળી આવેલ બ્લ્યુ કલરનાં સુઝુકી એકસેસ મોટર સાયકલ રજી. નં.જીજે ૪ સીઈ૧૮૨૦ તથા સેમસંગ કંપનીનાં મોબાઇલ અંગે આધાર-બિલ માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે કુલ રૂ.૨૨,૦૮,૮૦૦/-નો મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી  સીઆરપીસી કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ. મજકુરને સીઆરપીસી કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. તેની પુછપરછ કરતાં તેણે ઉપરોકત તમામ મુદ્દામાલ ગઇકાલે રાત્રીના આશરે આઠેક વાગ્યાની આસપાસ ઉપરોકત સુઝુકી એકસેસ સ્કુટર લઇ ભાવનગર,વિદ્યાનગર વિસ્તારમાં એસબીઆઈ બેંક વાળા સામેના ખાંચામા આવેલ બે માળનાં બંધ મકાનમાં આબાંના ઝાડ ઉપર ચડી પથ્થર વડે બારીનો કાંચ તોડી મકાને  રૂમ અંદર જઇ બીજા માળે રૂમના દરવાજાનાં નકુચા તોડી તથા કબાટ તથા ડ્રોઅરના દરવાજા તોડી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.