નિર્મળનગર ખાતે હોલસેલની દુકાનમાંથી સીગારેટોની ચોરી

814

શહેરના નિર્મળનગર મ્યુનિસિપલ શોપીંગમાં આવેલ હોલસેલ પાન-બીડીની દુકાનમાં કોઈ અજાણ્યા તસ્કરો શટર તોડી સીગારેટોના પેકેટની ચોરી કરી નાસી છુટ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના નિર્મળનગર ખાતે પરમાણંદભાઈ મીઠુમલભાઈ રાજાઈની માલિકીની સાંઈજી સ્ટોર હોલસેલની દુકાનના કોઈ અજાણ્યા તસ્કરો શટર તોડી અંદર પ્રવેશ કરી જુદી-જુદી કંપનીઓની સીગારેટના પેકેટો અને રોકડ રૂા.ર હજાર મળી કુલ રૂા.૧,૬૪,૧૩પની મત્તાની ચોરી કરી લઈ ગયાની નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.