વરતેજ રેલ્વે ફાટક પાસેથી બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ૧ ઝડપાયો

2266

શહેરના વરતેજ રેલ્વે ફાટક પાસેથી બિયરનો જથ્થો ભરેલી કાર સાથે સોનગઢના શખ્સને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર, એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વરતેજ, રંગોલી પાર્ક સામે આવેલ રેલ્વેનાં ફાટક પાસે આવતાં પો.કો. રાજેન્દ્દસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે,ધર્મેન્દ્દસિંહ ગીરવાનસિંહ વાળા રહે.પ્લોટ નં.૧૨, શ્રી રામ પાર્ક સોસાયટી, સોનગઢવાળા પોતાનાં મારૂતિ સ્વીફટ કાર રજી.નં.જીજે ર૭ સી ૮૫૭૧માં બહારથી ભારતીય બનાવટનાં બિયરનો જથ્થો લાવી વલ્લભીપુરવાળા રોડથી ભાવનગરમાં પ્રવેશવાનો છે.જે બાતમી આધારે વોચમાં રહેતાં ધર્મેન્દ્દસિંહ ગીરવાનસિંહ વાળા ઉ.વ.૩૬ રહે.પ્લોટ નં.૧૨, શ્રી રામ પાર્ક સોસાયટી, સોનગઢ વાળા કારમાં પાછળની સીટ તથા ડીકીમાં ભરેલ બિયર ટીન-૬૯૬ કિ.રૂ.૬૯,૬૦૦/-,કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/-,મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૨૨,૦૦૦/- મળી કુલ રૂ.૩,૯૧,૬૦૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ.

Previous articleજીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલને એક બેઠક બિન હરિફ જાહેર થઈ
Next articleનિર્મળનગર ખાતે હોલસેલની દુકાનમાંથી સીગારેટોની ચોરી