દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ સમારોહ યોજાયો

1754

દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ. કુંભારવાડા માઢીયા રોડ કુંભેશ્વર મહાદેવના મંદિરે તેમાં પ્રજાપતિ સમાજના બાળકોને ૪૦૦થી વધારે બાળકોને ચોપડા અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧ થી પ ક્રમમાં ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના આગેવાનો, વડીલો, હોદ્દેદારો ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવનિયુક્ત અધ્યક્ષ લખમણભાઈ તથા પ્રમુખ રઘુભાઈ, ઉપપ્રમુખ ડો.એમ.જી. સરવૈયા તથા મંત્રી નીતિનભાઈ, ખજાનચી ધીરૂભાઈ, સહમંત્રી મુકેશભાઈ તથા ભાવનગરના કુંભારવાડાના પ્રમુખ સુરેશભાઈ તથા કુંભારવાડાના પ્રજાપતિ ભાઈઓએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવાયો હતો.