ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૭૩૫ લાખના વિવિધ વિકાસ કામો મંજૂર કરાયા

915
gadnhi742018-1.jpg

ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા રાજય મંત્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પ્રભારી સચિવ સંજીવકુમારની ઉપસ્થિતિમાં મળી હતી. 
આ બેઠકમાં વર્ષ- ૨૦૧૮-૧૯ના ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના અને ચાર નગરપાલિકા સહિત વિવિધ જોગવાઇઓ હેઠળ કુલ- ૭૩૫ લાખના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી પેથાપુર, દહેગામ, માણસા અને કલોલ પ્રત્યેક નગરપાલિકાને રૂ. ૨૫ લાખ મળી કુલ- ૧ કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલે ૧૫ ટકા વેવિકાધિન (સામાન્ય), ૧૫ ટકા વિવેકાધિન (અ.જા), ૫ ટકા પ્રોત્સાહક, ખાસ ભૌગલિક પછાત વિસ્તાર અને ખાસ પ્લાન હેઠળ ગાંધીનગર તાલુકામાં રૂ. ૧૨૫ લાખ, દેહગામ તાલુકામાં રૂ. ૧૩૦ લાખ, માણસા તાલુકામાં રૂ. ૧૦૦ લાખ અને કલોલ તાલુકામાં રૂ. ૧૩૦ લાખ મળી કુલ- ૪૮૫ લાખની ગ્રાન્ટની જોગવાઇના કામો મંજૂર કરવામાં આવ્યા છે. 
જિલ્લા પંચાયત, ગાંધીનગર પ્રમુખ રામાજી ઠાકોર, જિલ્લા કલેકટર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ તથા ધારાસભ્ય સર્વે શંભુજી ઠાકોર, સુરેશ પટેલ, સી.જે. ચાવડા અને બલરાજસિંહ ચૌહાણ ગ્રામ્ય રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ અને આરોગ્ય અંગેના ગ્રામ્ય સુવિધાઓવાળા વિકાસના કામો અંગે ચર્ચા હાથ ઘરી સર્વસમંતિથી વિવિધ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ પ્લાન યોજના હેઠળ દહેગામ અને કલોલ તાલુકામાં રૂ. ૧૦ લાખના ખર્ચે ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
મંત્રી પરબતભાઇ પટેલે જિલ્લા કલેકટર  સતીશ પટેલઅને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇને જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોને ખાસ પ્રાધાન્ય આપી ગ્રામીણ સુવિધાઓના વિકાસમાં સુંદર યોગદાન આપવા બદલ તેમનું સન્માન કરીને અભિનંદન આપ્યા હતા.
જિલ્લા આયોજન અધિકારી અનિલકુમાર ચાંપાનેરીએ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર કરેલ વિવિધ વિકાસ કામો અંગે વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં સાંસદ સભ્યોની ગ્રાન્ટમાંથી હાથ ધરેલ વિવિધ વિકાસ કામો અને પૂર્ણ થયેલ કામોની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleમાર્ગ મકાન વિભાગ દ્વારા યોાજયેલ ર૧મી રકતદાન શિબિરમાં ૩પ૦ યુનિટ રકતદાન
Next articleસે-ર૭ની પ્રાથમિક શાળાનું ગુણોત્સવમાં મુખ્ય સચિવ દ્વારા મુલ્યાંકન