માર્ગ મકાન વિભાગ દ્વારા યોાજયેલ ર૧મી રકતદાન શિબિરમાં ૩પ૦ યુનિટ રકતદાન

747
gadnhi742018-2.jpg

માર્ગ અને મકાન વિભાગ પરિવાર સચિવાલય, ગાંધીનગર દ્વારા આજે તા. ૦૬/૦૪/૨૦૧૮ ના રોજ રકતદાન શિબિરનું આયોજન કરાયેલ. આ શિબિરમાં રકતદાતાઓ દ્વારા ભારે ઉત્સાહભેર ભાગ લીધેલ અને કુલ ૩૫૦ યુનિટ રકત એકત્રિત થયેલ છે.
પ્રતિ વર્ષ ૧૯૯૮થી માર્ગ અને મકાન વિભાગ પરિવાર સતત ૨૧ વર્ષથી રકતદાન કેમ્પનું નિયમિત અને સફળતાપુર્વક આયોજન કરે છે. આ વર્ષે પણ આ વિભાગ દ્વારા સતત ૨૧માં રકતદાન કેમ્પનું  સફળ આયોજન કરેલ છે. 
માન.નાયબ મુખ્યમંત્રીની પ્રેરણાથી યોજાયેલ આ રકતદાન શિબિરમાં વિભાગના સચિવ એસ.બી.વસાવા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી રકત દાતાઓને રકતદાન માટે પ્રોત્સાહિત કરેલ હતા. આ કેમ્પમાં એકત્રિત કરાયેલ કુલ ૩૫૦ યુનિટનો ઉપયોગ ‘‘થેલેસેમિયા’’ થી પીડિત બાળ દર્દીઓને પૂરૂં પાડવામાં આવશે. 
આ રકતદાન કેમ્પમાં ભાગ લેનાર તમામ રકતદાતાઓને માર્ગ અને મકાન વિભાગ તરફથી એક આકર્ષક ‘‘ટ્રાવેલીંગ બેગ’’ સ્મૃતિચિહન તરીકે ભેટ સ્વરૂપે એનાયત કરવામાં  આવેલ છે. વિભાગના ઉપ સચિવ એસ.ડી. મોઢાના માર્ગદર્શન હેઠળ સતત ૨૧ વર્ષથી રકતદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે અને તેઓએ આ કેમ્પમાં સક્રિય ભાગ લઇ ૧૩૫ મી વાર રકતદાન કરેલ છે.
આ રકતદાન કેમ્પને સફળ બનાવવામાં  રેડક્રોસ સોસાયટી, અમદાવાદ જિલ્લા શાખાનો સહયોગ મળેલ હતો. આ ઉમદા માનવતાના કાર્યમાં સચિવાલય ખાતેના વિભાગના કર્મચારીઓ/ અધિકારીઓ તેમજ અન્ય તમામ વિભાગ/ કચેરીઓના કર્મચારી/ અધિકારીઓ તથા શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.જે બદલ માર્ગ અને મકાન વિભાગ રક્તદાન સમિતિ તે તમામ રક્ત દાતાઓનો હ્‌દયપૂર્વક આભાર વ્યકત કરે છે. 

Previous articleકલોલ તોફાનમાં ST ડ્રાઇવરની ૨૦૦ સામે રાવ, વધુ ૬ આરોપીની ધરપકડ
Next articleગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૭૩૫ લાખના વિવિધ વિકાસ કામો મંજૂર કરાયા