બહેનોને રોજગારી મળે તેવા હેતુથી તાલીમ કેન્દ્રનો કરાયેલો શુભારંભ

997
bvn1042018-5.jpg

સાંઈ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ચેરીટેબલ ટ્રસ્ટના નવનિર્મિત તાલીમ કેન્દ્રના અનાવરણ અભિવાદનનો કાર્યક્રમ યોજાયેલ. મુખ્ય દાતા જયોતિબેન અબુલભાઈ મેઘાણીના માતૃના સ્મરણાર્થે આ તાલીમ કેન્દ્રનું નામ પ.પૂ. શારદાબેન નવીનતલાલ વોરા તાલીમ કેન્દ્ર રાખવામાં આવેલ છે. મેયર નિમુબેન બાંભણીયના વરદ હસ્તે આ તાલીમ કેન્દ્રનું અનાવરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અરૂણકુમા રજૈન, નટવરલાલમ ાંડલીયા, મેહુલભાઈ વડોદરીયા, પ્રવિણભાઈ ઠકકર, નિતીનભાઈ પંચોલી, પરેશભાઈ પાઠક, ઉદયભાઈ દવે, રાજુભાઈ સોલંકી, કાંતિભાઈ શાહ, અનુજભાઈ દેવલુક તથા રામભાઈ ખુમાણએ ખાસ હાજરી આપેલ. બહેનોને રોજીરોટી મળી રહે અને એમને પગભર બનાવવા એ આ તાલીમ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશય છે. રાત દિવસ તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કાર્યકર ભાઈઓ બહેનો અને આ નવા તાલીમ કેન્દ્રના નિર્માણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ સહકાર આપનારને શુભેચ્છા પાઠવેલ.  આ તાલીમ કેન્દ્ર કુલ ૧૩ લાખના ખર્ચે બનેલું છે. બહેનોને રોજીરોટી મળી રહે અને પગભર બને એ માટે વિવિધ રોજગારલક્ષી તાલીમો શરૂ કરવામાં આવનાર છે. સાથે સાથે કચરો વીણવા જતાં બાળકોને શિક્ષણ મળી રહે એ હેતુથી એક બાળશાળા પણ ચલવવામાં આવનાર છે. 

Previous articleપસ્તી થી પુસ્તક સુધીનું મહાઅભિયાનનો આરંભ
Next articleબરવાળાના વૈયા ગામે જુગાર રમતા ૪ ઝડપાયા