ખાસ નમાઝ સાથે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી

1043
bvn832017-7.jpg

મુસ્લિમ બિરાદરોના પવિત્ર ઈદ-ઉલ-અઝહાની સમગ્ર ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવાપરા ઈદગાહ મસ્જીદે મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી હતી.
આજે વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ શહેર-જિલ્લાની મસ્જીદો અને ઈદગાહોમાં ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી તેમજ કબ્રસ્તાનમાં જઈ મર્હુમોની કબરો પર ફુલ ચડાવી, ફાતીહા પઢી ખાસ દુઆઓ કરી હતી. આજે વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારોમાં ભારે રોનક જોવા મળી હતી.
મુસ્લિમ બિરાદરોના ઈદ-ઉલ-અઝહાના તહેવારને ઈદ-અદહા, ઈદદુ-દોહા, બકરી ઈદ, કુર્બાનીની ઈદ પણ કહેવામાં આવે છે. આ ઈદને અલ્લાહના મહાન પયગમ્બર ઈબ્રાહીમ અલયહિસ્સલામ અને તેમના વ્હાલા પુત્ર હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે.
ઈસ્લામી ઝીલ્હજનો મહિનો મુબારક મહિનો છે. આ મુબારક મહિનામાં અલ્લાહના ખલીલ (મિત્ર) હઝરત ઈબ્રાહિમ અલયહિસ્સલામે પોતાના વહાલસોયા પુત્ર હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામને રાહે-હકમાં કુરબાન કરી દેવાનો દ્રઢ અને અફર નિશ્રય કર્યો હતો અને હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામ પણ રાજી-ખુશીથી, જરા પણ અચકાયા કે સંકોચ વિના પોતાના પ્રાણ અલ્લાહની રાહમાં કુરબાન કરી દેવાનો તત્પર બની ગયા હતા. તેમની યાદમાં ઈદ-ઉલ-અઝહાની વિશ્વના મુસ્લિમ બિરાદરો મનાવી રહ્યાં છે.

Previous articleજિલ્લા જેલમાં કેદીઓ સાથે ઈદની ઉજવણી
Next articleશહેરમાં ગણેશ ઉત્સવનો નવમા દિવસે પણ ઉત્સાહ યથાવત