પ્રતિક ઉપવાસ બાદ ભાજપના લોકો આઈસ્ક્રિમ-પકોડી પર તુટી પડયા

1827
gandhi1342018-1.jpg

દેશભરમાં કોંગ્રેસનો વિરોધ કરવા પ્રતિક ઉપવાસના એલાન બાદ સેકટર – ૬, ઉપવાસ છાવણી ખાતે ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, પદાધિકારીઓએ એક દિવસના થોડાક કલાક માટે પ્રતિક ઉપવાસ તો કર્યા પરંતુ પ્રતિક ઉપવાસ પૂરા થતાની સાથે જ સેકટર – ૬માં બટુક સ્વીટમાર્ટ પાસે આવેલી ખાણીપીણ બજાર પર ભાજપના કાર્યકરો તૂટી પડયા હતા. પ્રસ્તુત તસ્વિરમાં ઉપવાસ બાદ ખાણીપીણી ઝાપટતા ભાજપના કાર્યકરો દ્રષ્ટિગોચર થાય છે.
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હિનાબહેન તો એકથી વધુ આઈસ્ક્રિમ સાથે અન્ય કાર્યકર્તાઓ માટે પણ આઈસ્ક્રિમ લઈ જતા નજરે પડે છે. 
એક તરફ રાજકીય કાર્યકરો ઉપવાસ પહેલાં છોલે-ભટૂરેની ઝાફત ઉડાડતા હોય તેવા સમાચારો હજી સમ્યા નથી ત્યાં ભાજપના કાર્યકરોએ પણ રાજકીય ઉપવાસ શુ કહેવાય અને જનતાને બતાવવા માટેના ઉપવાસ કેવા કહેવાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પુરુ પાડયું છે.

Previous articleગાંધીનગરમાં દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ : સે.-૪ બાદ સે-ર ના દબાણ હટાવાયા
Next articleદેશભરમાં ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસના એલાન સંદર્ભે ગાંધીનગરમાં પણ ઉપવાસ