દેશભરમાં ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસના એલાન સંદર્ભે ગાંધીનગરમાં પણ ઉપવાસ

744
gandhi1342018-2.jpg

સંસદની કાર્યવાહી ખોરવવા બદલ ભાજપ હાઈકમાન્ડે કોંગ્રેસ સામે દેશભરમાં ધરણા અને ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યુ છે તે સંદર્ભમાં આજે ગાંધીનગર લોકસભા વિસ્તાર, ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના ભાજપ તરફથી સેકટર – ૬, ઉપવાસ છાવણી ખાતે એક દિવસના એટલે કે ૧૧.૦૦ થી ૧૭.૦૦ સુધીના પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના જિલ્લા, શહેર તેમજ અન્ય પદાધિકારીઓ સહિત ભીખુભાઈ દલસાણિયા જેવા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના વલણ સામે ભાજપે વિરોધ નોધાવ્યો હતો. 

Previous articleપ્રતિક ઉપવાસ બાદ ભાજપના લોકો આઈસ્ક્રિમ-પકોડી પર તુટી પડયા
Next articleબોટાદ એલસીબીએ ૩ રીઢા તસ્કરોને ઝડપી લીધા : ૧૮ ચોરીનો ભેદ ઉકેલાયો