રોટરી રોયલ સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથિક મેડીકલ કોલેજ દ્વારા હિમોગ્લોબીન તપાસનો કેમ્પ યોજાયો

787

છેલ્લા એક માસ થી રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ( કમ્યુનિટી મેડિસીન ડિપાર્ટમેન્ટ ) , ભાવનગર ના સહયોગથી ભાવનગર મહાનગરપાલિકા હસ્તક ની રાહેર ની તમામ ૩૦ થી વધારે આંગણવાડી ની દસ વર્ષથી મોટી તમામ કિશોરીઓના હિમોગ્લોબીન તપાસનો કેમ્પ દરોજ કરવામાં આવેલ . જેમાં દરેક કિશોરીના વજન ઉંચાઈ પાર કરવામાં આવેલ જેથી તેનુંwt BMI પણ જાણી શકાય.
આ ઉપરાંત ડોક્ટરની ટીમ દ્વારા જે કિશોરીઓ નું હિમોગ્લોબીન ઓછું હોય તેને સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન અને દવા પણ આપવામાં આવી હતી . ઉપરાંત તે દરેક કીશોરીઓ કે જેમના લોહી માં હિમોગ્લોબીન ઓછું જણાયેલ તે તમામ ને નિયમિત તપાસ કરી સારવાર કરીસ્વસ્થ કરવા માં આવશે . ભાવનગર કોર્પોરેશન ઘટક પશ્ચિમ ઝોન ની ૧૪૨ આંગણવાડી તથા પૂર્વ ઝોન ની ૧૭૪ આંગણવાડી ની કુલ ૩૨૮ કિશોરીઓ ના હિમોગ્લોબીન ની તપાસ કરી રરિયાત મંદ ની સારવાર શરૂ કરવામાં આવી છે . સમગ્ર કામગીરી માટે રોટેક્ટ કલબ ઓફ સ્વામી વિવેકાનંદ હોમીઓપેથી કોલેજ ના મેડિકલ ઓફિસરી , ઇન્ટર્ન તબીબો , આઇ સી ડી એસ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથ એ જહેમત ઉઠાવી હતી , તથા સમગ્ર કાર્યક્રમ માટે મ્યુનિસિપલ કમિશનર ગાંધી સાહેબ તથા આ કાર્યક્રમ ના પ્રોજેકટ કો ઓર્ડીનેટર ડો ગિરીશ ભાઈ વાઘાણી , કમ્યુનિટી મેડિસીન ડિપાર્ટમેન્ટના વડા ડો . અજમેરા તથા રોટરી રોયલનાં સભ્યોનું માર્ગદર્શન મળ્યું હતું .