શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ ખારો ડેમના બે દરવાજા ખોલાયા

175

છેલ્લા ત્રણ ચાર દિવસ ભાવનગર પંથકમાં વરસાદ વરસતા તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં જિલ્લાના જળાશયોમાં પાણીની સારી એવી આવક થઇ છે.
પાલિતાણા તાલુકાના ખારો ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થતા ડેમ છલકાય ગયો હતો અને ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતાં. પાલિતાણા તાલુકાના ખારો ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ હોવાથી રાત્રીના ૯ કલાકે ડેમ છલકાય ગયો હતો અને ડેમના ર દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતાં. ખારો ડેમ છલકાતા આજુબાજુ ગામના ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. આ ઉપરાંત શેત્રુંજી ડેમમાં પણ ઉપરવાસમાંથી ર૦૩૦ કયુસેક પાણીની આવક શરૂ હતી તેથી ડેમની સપાટી હાલ ર૮.૧૦ ફૂટે પહોંચી છે.
આ ઉપરાંત રજાવળ ડેમમાં ૪૯૧ કયુસેક, ખારો ડેમમાં રપ૪ કયુસેક, માલણ ડેમમાં ૧ર૦૧ કયુસેક અને રોજકી ડેમમાં ૭૦૪ કયુસેક પાણીની આવક શરૂ હતી.

Previous articleઅંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવાની મંજુરી આપવા સહિત કાલે કારોબારીમાં ૩૫ ઠરાવો રજુ થશે
Next articleફૂલસર સ્થિત રામદેવપીર ધામ ખાતે અષાઢી બીજની ઉજવણી