એએસપી સફીન હસને વાલ્કેટ ગેટ પાસે જુગાર અંગે દરોડો પાડ્યો

777

રોકડ રકમ સહીત રૂા. અઢી લાખના મુદ્દામાલ સાથે જસદણનો મજીદ ઝડપાયો : ચારેક શખ્સો ફરાર થયા
શહેરનાં કરચલીયા પરા વાલ્કેટ ગેટ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ખાનગી રાહે એએસપી સફીન હસનને ગત મોડી સાંજે બાતમી મળતા એએસપી તેમના સ્ટાફના બે માણસોને લઇ સ્થળ પર રેડ કરતા જુગાર રમી રહેલા પૈકી એક શખ્સ ઝડપાયો હતો જ્યારે ચારેક શખ્સો પોલીસને જોઇને નાસી છુટ્યા હતા. આ રેડમાં રોકડ રકમ સહીત અઢી લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મોડી સાંજે એએસપી સફીન હસનને મળેલી ખાનગી બાતમીના આધારે વાલ્કેટ ગેટ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર અંગે સ્ટાફના બે માણસોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને જોઇને અમુક ઇસમો નાસી છુટ્યા હતા જ્યારે એક શખ્સ ઝડપાયો હતો જેનું નામ પૂછતા જસદણનો મજીદ ગફારભાઇ નાગાણી હોવાનું જણાવેલ. પોલીસે પટમાંથી રૂા. ૨૫૦૮૭૦ની રોકડ સહીત મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે ફરાર થયેલા પ્રકાશ ઉર્ફે બેતડો, રોહિત ઉર્ફે પેટ્રોલ, પ્રકાશ ઉર્ફે ડેમેજ સહિત ચારેક શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી લેવા સહીતની તજવીજ હાથ ધરી છે.

Previous articleભાવનગરમાં માસ્ક વગર બહાર ફરતા ભાવનગરવાસીઓ લાપરવાહ, દોઢ વર્ષમાં સાડા સાત કરોડનો દંડ વસૂલાયો
Next articleપંતના બચાવમાં ગાંગુલીએ કહ્યું- ફિઝીકલી દરેક પળે માસ્ક પહેરવુ થોડુ અસંભવ છે