પંતના બચાવમાં ગાંગુલીએ કહ્યું- ફિઝીકલી દરેક પળે માસ્ક પહેરવુ થોડુ અસંભવ છે

560

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૬
ભારતીય ટીમ થી લઇને બીસીસીઆઈ માટે આવનારા ત્રણથી ચાર મહિના ખૂબ જ વ્યસ્ત રહેનારા છે. ઇંગ્લેંન્ડ પ્રવાસ બાદ આઈપીએલ ૨૦૨૧ અને ટી૨૦ વિશ્વકપ રમનારા છે. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ૨ શ્રેણી રમાનારી છે. ટી૨૦ વિશ્વકપ અને આઈપીએલ ૨૦૨૧ ના બીજા તબક્કાનુ આયોજન બીસીસીઆઈએ કરવાનુ છે. આમ અધ્યક્ષ સૌરવ ગાંગુલી માટે ખૂબ વ્યસ્ત શિડ્યૂલ છે. તો ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલ ટીમ ઇન્ડીયામાં કોરોના પ્રવેશ કરી ચુક્યો છે. ઋષભ પંત કોરોના પોઝિટિવ જણાયો હતો. ઋષભ પંતને કોરોના સંક્રમણ થવાને લઇને, તેના દ્વારા રાખવામાં આવેલી ભૂલોને જવાબદાર ઠેરવવામા આવી રહી છે. ઋષભ પંત વેમ્બલીમાં મિત્રો સાથે ફુટબોલ મેચ જોવા માટે ગયો હતો. ત્રણ સપ્તાહ માટે ટીમ ઇન્ડીયાને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન રજાઓ આપવામાં આવી હતી. આ દરમ્યાન પંત યૂરો ૨૦૨૦ મેચ જોવા માટે પહોંચ્યો હતો. જે ખૂબ જ ભીડ ભાડ ધરાવતુ સ્થળ હતુ. બીસીસીઆઇ દ્વારા ભીડથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી હતી. આ દરમ્યાન ક્ષતીઓ જોવા મળી હતી. વળી પંતે, ભીડ વાળા સ્થળનો માહોલ તો માણ્યો હતો, પરંતુ માસ્ક વિના જ મેચ જોતો હતો. જેને લઇ તેની તસ્વીર પણ સો.મીડિયા પર વાયરલ થવા લાગી હતી. જોકે એ વાત પણ ચોક્કસ નથી કે પંતને કોરોના સંક્રમણ સ્ટેડિયમમાં મેચ જોવાને લઇ જ થયુ છે. જોકે બીસીસીઆઇ અધ્યક્ષે આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો. ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો હતો કે, અનેક ખેલાડીઓ માસ્ક વિના જ ઇંગ્લેન્ડમાં ફરતા જોવા મળી રહ્યા હતા. તેઓએ સાવધાની રાખવી જરુરી નહોતી, એવા સવાલને લઇને ગાંગુલીએ પંતનો બચાવ કરતો જવાબ આપ્યો હતો. ગાંગુલીએ કહ્યું, ઇંગ્લેન્ડમાં વિમ્બલ્ડન અને યૂરો ચેમ્પિયનશીપ થઇ હતી. નિયમ બદલાઇ ચુક્યા હતા. જેમાં ફેન્સને સ્ટેડિયમમાં જવાની પરવાનગી હતી. ભારતીય ખેલાડીઓ રજાઓ પર હતા. ફિઝીકલી દરેક પળે માસ્ક પહેરવુ થોડુ અસંભવ છે.

Previous articleએએસપી સફીન હસને વાલ્કેટ ગેટ પાસે જુગાર અંગે દરોડો પાડ્યો
Next articleરાણપુર શહેરમાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્ય