ટાણા ગામના મણીનગર વિસ્તારને વાહક જન્ય રોગોથી બચાવવા ટાયરો એકત્રીકરણની ઝુંબેશ કરાઇ

219

ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચાની સૂચનાથી જિલ્લાભરમાં ઘનિષ્ઠ પોરાનાશક કામગીરી તેમજ મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે લોકોમાં જનજાગૃતિ કરી રહ્યા છે. જે અન્વયે સિહોર તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ના માર્ગદર્શન હેઠળ માઈકિંગ, આરોગ્ય શિક્ષણ, ટીમ વર્ક પોરાનાશક કામગીરી કરાઈ રહી છે. તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના મેડિકલ ઓફિસર દિગ્વિજયસિંહ ગોહિલ, સુપરવાઇઝર રાહુલભાઇ રમણા દ્વારા ટાણા ગામના મણિનગર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ટાયરોનો જથ્થો જોયો અને લોકજાગૃતિની ઝુંબેશ ઉપાડી અને સરપંચશ્રી નિશાબેન તથા લોક આગેવાન કિરીટભાઈ ગોધાણી દ્વારા ટ્રેક્ટરનો સહયોગ મળતા આરોગ્ય તંત્રના કર્મચારીશ્રી સંજયભાઈ ભટ્ટ, ભરતભાઈ ખીમાણી, રસિકભાઈ બારૈયા તથા તાલીમાર્થી ભાઈઓની ટીમ દ્વારા ઘરે-ઘરે સમજાવેલ કે આપણા ઘર પર પડેલા ટાયરોમાં વરસાદ પડતાં ચોખ્ખું પાણી ભરાતા એક મચ્છર ત્યાં ૧૦૦ થી ૧૫૦ ઈંડા મૂકી જશે તો આ ટાયર આપના ઘર માટે મચ્છરની ફેક્ટરી થશે અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા આપના ઘેરથી શકે અને ઘેર માંદગી આવે અને ક્યારેક પોતાના વ્હાલા સ્વજન પણ ગુમાવવા પડે તો લોકોએ પણ આ વાત માનીને ટ્રેકટરની ટ્રોલી ભરીને ટાયર ભેગા કરીને પંચાયતમાં આપી દીધેલ. આ કાર્યક્રમમાં જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચાએ મુલાકાત લઈને કામગીરીને બિરદાવી હતી. આ વાત જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવાને મળતા તેમણે પણ બિરદાવીને કર્મચારીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આવી કામગીરી ગામે ગામ પંચાયત, યુવક મંડળો આરોગ્ય ટીમને સહયોગ આપે તો મચ્છર ઉત્પત્તિ અટકાવીને રોગચાળાને અટકાવી શકીશું.

Previous articleશિવ મંદિરો ખાતે જયા પાર્વતી વ્રત નિમિતે પૂજા અર્ચના કરી
Next articleસર.ટી. હોસ્પિ.માં સિક્યુરીટી, પેરામેડિકલ સ્ટાફને છુટો ન કરવા કોંગ્રેસની માંગ