શિવ મંદિરો ખાતે જયા પાર્વતી વ્રત નિમિતે પૂજા અર્ચના કરી

263

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા શિવ મંદિરો ખાતે વ્રતધારી કન્યાઓ શિવ મંદિરોમાં ભગવાન મહાદેવની સમક્ષ માં પાર્વતીની પૂજા-અર્ચના કરી સારો ભાવિ પતિ મળે તેવી કામના સાથે શિવજીને પૂજા કરી હતી.દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુંવારી કન્યાઓ સોળે શણગાર સજી શિવ મંદિરો ખાતે જયાપાર્વતી વ્રતની પુજા-અર્ચના કરી હતી, બાળાઓ ના વ્રતનો આજે ત્રીજો દિવસ છે અને પાંચ દિવસ પૂરું થાય એટલે બાળોઓ ૧૨ વાગ્યા સુધી નું જાગરણ પણ કરવામાં આવે છે.શહેરના વિવિધ શિવાલયોમાં આજે વહેલી સવારે પરણિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ સારો જીવનસાથી મેળવવા ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. તો સૌભાગ્યવતી બદલાય પોતાના અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે શિવજીને ફૂલ ચડાવી પૂજા કરી હતી, શિવાલયોમાં વ્રતધારી કન્યાઓએ શિવલિંગ ઉપર દૂધ દહીં મધ જેવા પંચામૃત અભિષેક કરી ભગવાન શિવની આરતી ઉતારી હતી. આમ શહેરમાં ગૌરી વ્રતની સાથે સાથે જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ થયો હતો.