સાઉથ સુપરસ્ટાર પ્રભાસ બન્યો મોસ્ટ હેન્ડસમ એશિયન મેન

348

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૩
પ્રભાસ એશિયાના સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં ટોચ પર છે. જે દુનિયા ભરના પૈન-ઇન્ડિયા સુપરસ્ટારના ફેન માટે નવાઇની વાત નથી. ’ટોપ ટેન મોસ્ટ હેન્ડસમ એશિયન મેન’ ની તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી યાદીમાં પ્રભાસ એશિયા ખંડના સૌથી સુંદર વ્યક્તિમાં ટોચનું સ્થાન મેળ્યું છે. આ વાત વિશ્વમાં ફેલાયેલી તેની ખ્યાતિ અને પ્રતિભાની ઓળખ આપે છે.
પ્રભાસે પોતાની મેગાહિટ ફિલ્મ બાહુબલી : ધ બિગિનિંગ (૨૦૧૫) અને તેની સિક્વલ બાહુબલીઃ ધ કન્ક્‌લુઝન (૨૦૧૭) સાથે સમગ્ર વિશ્વમાં એક આગવો ચાહક વર્ગ ઉભો કર્યો છે. સુપરસ્ટાર પ્રભાસે પૈન-ઇન્ડિયા ફિલ્મના ચલણની શરૂઆત કરી હતી. પ્રભાસ પાસે ભારતીય સૌંદર્યની ભરમાર છે. જે જમીન સાથે જોડાઇ રહીને એક મૈચો ચાર્મ છે જે મહિલા ચાહકોને દિવાના બનાવી મૂકે છે. પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામ મોસ્ટ અવેઇટેડ મુવીમાંથી એક છે. કારણ કે, તેની તમામ મહિલા ચાહકો સૌથી સુંદર, મનમોહક અને મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસને રોમેન્ટિક અવતારમાં જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રાધે શ્યામ સિવાય પ્રભાસ એક્શન ફિલ્મ સલાર, નાગ અશ્વિનની અગલી અને આદિપુરુષનો પણ સમાવેશ થાય છે. પ્રભાસે ઘણી બ્લોકબસ્ટર મૂવીઝમાં શાનદાર ભૂમિકાઓ અદા કરી છે.