સિહોર તાલુકાના વડાવડ ગામની પરણીતમહિલાનું સર્પદંશથી મોત

584

ત્રણ માસુમ બાળકોએ માઁની છત્રછાયા ગુમાવી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડાવળ ગામની બચરવાળ પરણીતાને કાળોતરો આભડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વડાવળ ગામે રહેતી અને મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતી ત્રણ નાનાં માસુમ બાળકોની માતા અનિતા કિશોર માથાસૂળીયા ઉ.વ.૨૭ ગત તા,૨૩,૭ ના રોજ પોતાના ઘરે કામ કરી રહી હતી એ દરમ્યાન કયાંક થી આવી ચડેલ કાળોતરો(કોબ્રા) સાપે પરણીતા અનિતાને ડંખ મારતાં ગંભીર હાલતે સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં તબીબો ના ધનિષ્ઠ પ્રયત્નો- સારવાર ના અંતે પણ બચાવી શક્યાં ન હતાં સાપ નું ઝેર મહિલાનાં શરીરમાં વધુ માત્રામાં પ્રસરી ચૂક્યું હોવાનાં કારણે તેનો જીવ બચી શક્યો ન હતો આ બનાવને કારણે ત્રણ ફૂલ જેવાં બાળકો એ માં ની છત્રછાયા ગુમાવી હતી આ અંગે સિહોર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગરમાં મોંઘવારી મુદ્દાઓને લઇનેAAP એ વિરોધ પ્રદર્શિત કરતા પોલીસે અટકાયત કરી
Next articleભાવનગરમાં કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરીની આજથી મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં શરૂઆત