૧૫ ઓગસ્ટ પહેલાં ગુજરાતની સરહદ પર એલર્ટ જાહેર કરાયુંઃBSF એ વધારી સુરક્ષા

322

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫
૧૫ ઓગસ્ટ પહેલા ગુજરાતની સરહદ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે બીએસએફ દ્વારા ગુજરાતની પાકિસ્તાની બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. કાશ્મીરમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ બાદ સુરક્ષા વધારવામાં આવી છે. નોંધનીય છે કે, આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ભારતના ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસને એલર્ટ કરી છે કે ૧૫ ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ડ્રોન હુમલાની આશંકા જણાઈ રહી છે. જમ્મુ અને ઉત્તર પરદેશમાં આતંકી હુમલાઓ કરવામાં નિષ્ફળ રહેલા આતંકીઓ હવે દેશની રાજધાની દિલ્હીમાં હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા છે. ત્યારે સ્વતંત્રતા દિવસ પહેલા દેશની બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતની સરહદ પર એલર્ટ અંગે બીએસએફના આઇજી જી.એસ.મલિકના જણાવ્યાં પ્રમાણે, બીએસએફએ ગુજરાત બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. આ સુરક્ષા ૧૫મી ઓગસ્ટ આવનારી છે તે માટે એલર્ટ વધારવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, હેડ કવાર્ટર પર મિનિમમ સ્ટાફ રાખવામાં આવશે. તમામ બટાલિયન બોર્ડર પર રવાના કરવામાં આવી છે. કોસ્ટલ અને જમીની સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને સુરક્ષિત કરી છે.
નોંધનીય છે કે, દેશના ગુપ્તચર વિભાગ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ઇનપુટ્‌સ મળ્યા હતા. દિલ્હી પર ડ્રોન હુમલાનાં ઇનપુટ્‌સ પછી, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં ઘણા સ્થળોએ અર્ધ સૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર વિભાગ તરફથી મળેલા આવા જ ઇનપુટ્‌સના સમાચારો પણ ૧૪ જુલાઈએ મુખ્યરૂપે પ્રકાશિત થયા હતા. તેમાં જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દિલ્હી સહિત દેશના મેટ્રો શહેરો સહિત ઘણા શહેરો પર હુમલો કરી શકે છે. આતંકવાદીઓ માનવ બોમ્બ બનાવીને અથવા ટાર્ગેટ કિલિંગ દ્વારા હુમલાને અંજામ આપી શકે છે.

Previous articleઉમિયાધામનો સૌથી મોટો ઉત્સવ ઉજવાશે, ૧૫૦૦ કરોડના પ્રોજેક્ટમાં ૭૪ હજાર વારમાં બનાવાશે સંકુલ
Next articleમ્યાનમારમાં ચીનના વધતા પગપેસારાને લઇ ભારતના સીઓડી રાવતની ચેતવણી