આજ રોજ આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા ખાતે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

491

આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે બે કાર્યક્રમનું આયોજન. આજ રોજ આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા ખાતે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વિકાસ ડી. રાતડા સર (T.D.O., ઉમરાળા)નો પ્રોબેશનલ પિરિયડ પૂરો થતાં તેમની પ્રાંત અધિકારી, જેસર તરીકે પ્રોબેશનલ પિરિયડ પર નિમણુંક થતા તેમનો વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો.

તદુપરાંત ઉમરાળા ગામને સ્વચ્છ ગામ બનાવવાના ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને ગ્રામ પંચાયત, ઉમરાળા ,આધ્યાત્મિક સાધના કેન્દ્ર , ઉમરાળા તથા સમસ્ત ઉંમર ગામના સૌજન્યથી ધન કચરાના નિકાલ માટે ગામની તમામ શેરીઓમાં ટ્રેકટરની સહાયથી ગહન કચરો એકત્રિત કરી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવામાં આવશે. તેની ઉદ્દઘાટન વિધિનું પણ આયોજન સુપરે સંપન્ન કરવામાં આવ્યું હતું. ઉમરાળાના વરિષ્ઠ પત્રકાર શ્રી જબ્બાર બાપુ દ્વારા કોરોના વોરિયર્સને મોમેન્ટો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્યાશાળા, ઉમરાળાના ભાષાશિક્ષક દિવ્યાંગભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. દિન વિશેષ કાર્યક્રમમાં શ્રી વિકાસ રાતડા સર, શ્રી જગદીશભાઈ ભીંગરડીયા, શ્રી ધર્મેન્દ્રભાઇ લખા ની, સુજાનસિંહ ગોહિલ, મનસ્વીનીબેન માલવીયા, પી.એસ.આઈ. મેડમ, જીતુભા વાળા, જશુભા વાળા, સતારભાઈ મિસ્ત્રી, નીલકંઠભાઈ પંડ્યા, રાજુભાઇ ઉપાધ્યાય, નિલેશભાઈ ઢીલા, કિશોરબાપુ હેજમ, દિલીપભાઈ નાણાવટી તથા સમગ્ર કાર્યક્રમના આયોજક શ્રી ધર્મેન્દ્રભાઇ કે. હેજમ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વિકાસ સરની ઉત્કૃષ્ટ વહીવટી કામગીરીની મુક્તમને પ્રશંસા કરવામાં આવી હતી.

Previous articleયોગ કોચ તરીકે નિમણૂંક થતાં ડો. રિધ્ધિ બેનનું સન્માન કરાયું
Next articleપી.એન.આર. સોસાયટી દ્વારા સ્પીચ થેરાપી કેમ્પ