યોગ કોચ તરીકે નિમણૂંક થતાં ડો. રિધ્ધિ બેનનું સન્માન કરાયું

628

ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ચાલતા ડીપ્લોમાં ઇન નેચરોપથી વિભાગના પ્રિન્સીપાલ ડો. રીદ્ધીબેન માંડલિયાને તાજેતરમાં ગુજરાત યોગ બોર્ડના ભાવનગરના યોગ કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તાજેતરમાં યોગ કોચ તરીકે નિયુક્ત થવા બદલ ડો. રીદ્ધીબેન માંડલિયાને કલેક્ટર, ભાવનગરની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડો. રીદ્ધીબેન માંડલિયા આ નિયુક્તિ બદલ કોલેજના મે.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મે.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleમહુવા તાલુકાના તલ્લી ગામે માઈનિગનો વિરોધ
Next articleઆજ રોજ આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા ખાતે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું