ભાવનગરના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો

212

ભાવનગર શહેરની સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી ઝડપાયો
ભાવનગર શહેરમાં હાલ ચાલી રહેલ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની રિપીટરની પરીક્ષા શરૂ છે, જેમાં નિલમબાગ સર્કલ પાસે આવેલ સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં અંગ્રેજી વિષયનો પેપર આપી રહેલ ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ એક વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વ્યકિત પરીક્ષા આપી રહ્યો હતો. , જે વિદ્યાર્થી કોર્ટમાં નોકરી કરી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, ડમી વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હોવાની જાણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના યુવા પ્રમુખને થતાં સિસ્ટર નિવેદિતા સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા, અને ડમી વિદ્યાર્થીની જાણ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ ભાવનગર ડ્ઢર્ઈં કચેરીને કરવામાં આવી હતી હાલ સ્કૂલમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે, ડમી વિદ્યાર્થીની જાણ એ ડિવિઝનને કરવામાં આવતા પોલીસ સ્કૂલ પર પોહચીને પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીની તપાસ કરી વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. ભાવનગરના ડીઈઓ એન જી વ્યાસ એ જણાવ્યું હતું કે સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં એક ડમી વિધાર્થી પરીક્ષા આપી રહ્યો તેવું જાણવા મળ્યું છે મેં ઝોનલ ઓફિસર ને જાણ કરી છે ને તે પોહચ્યા ને સાચું શું છે તેની તપાસ કરી રહ્યા છીએ.

Previous articleબરવાળા સેવાભાવી ટીમે વિવાન વાઢેળની સારવાર માટે ૬ લાખથી વધુ રકમનું ડોનેશન આપ્યું
Next articleભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરાઈ