બરવાળા સેવાભાવી ટીમે વિવાન વાઢેળની સારવાર માટે ૬ લાખથી વધુ રકમનું ડોનેશન આપ્યું

290

ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી અભિયાન અંતર્ગત વિવાન માટે રૂ.૧,૮૫,૫૦૦ એકઠા કર્યા
બરવાળા શહેરમા માનવતા મહેકી ઉઠી હતી જેમાં બરવાળા સેવા ભાવી યુવા ટીમ દ્વારા વિવાન વાઢેળ ગંભીર બીમારીને કારણે સારવાર માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂરિયાત હોય તે અંતર્ગત “ફૂલ નહિ તો ફૂલની પાંખડી અભિયાન” તા.૩ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું, આ અભિયાન દરમિયાન સેવાભાવી ૧૦ યુવાનો દ્વારા વિવાન નામના બાળક ની મદદ માટે બરવાળા ના રોડ, ઘરે ઘરે જઈને, રાહદારી ઓ વાહન ચાલકો ને મદદ માટે અપીલ કરી ને ફાળો એકત્રિત કર્યો હતો અને આજે ૨૮ જુલાઈ સુધી આ યુવા ટીમે ૮ લાખ જેટલી રકમ ભેગી કરી છે.બરવાળા સાળંગપુર રોડ પર બરવાળા સેવાભાવી યુવા ટીમ દ્વારા “ફૂલ નહિ તો ફૂલની પાંખડી અભિયાન” અંતર્ગત જીસ્છ સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફિ નામ ની ગંભીર બીમારીથી વિવાન વાઢેળ નામનો અઢી મહિનાનો ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના આલીદર ગામના વિવાન વાઢેળને સ્પાઈન મસ્કયુલર એટ્રોફી નામની બીમારી સારવાર માટે ૧૬ કરોડ રૂપિયા ની સારવાર માટે જરૂરિયાત હોય તેથી બરવાળા ના સેવાભાવી યુવા ટીમ ના યુવાનો દ્રારા બરવાળા ના વિવિધ રોડ પર ઉભા રહ્યા તેમજ અમુક વિસ્તારો મા ડોર ટુ ડોર ધરે તેમજ બજાર માં ગયા હતા. ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી અભિયાન અંતર્ગત દિવસ રાત યુવાનો એ મહેનત કરી ફાળો એકત્રિત કરી રૂબરૂ આલિદર ગામે જઇ ને પોતાના પરિવારજનો સાથે વિવાન ના પિતા અશોકભાઈ વાઢેળ ને સમગ્ર બરવાળા સેવાભાવી યુવા ટીમ દ્વારા અત્યાર સુધી કુલ રોકડ અને ઓનલાઇન દ્વારા બે લાખ કરતાં વધુ રોકડ રકમ કેશ વિવાન ની સારવાર માટે અત્યાર સુધી આપેલ છે. વધુ પૈસા ની જરૂર હોય તેથી હજુ વધુ મા વધુ મદદ બરવાળા સેવાભાવી યુવા ટીમ તરફથી કરવામાં આવશે તેવું વચન આપેલ તે મુજબ જલદીપભાઈના મિત્રો દ્વારા વિદેશમાંથી સારવાર માટે ડોનેશન ૬ લાખ કરતાં વધુ રકમ દાતાઓ પાસેથી તેમને મળી હતી.આમ સેવાભાવી યુવા ટીમ દ્વારા વચન નું પાલન કરેલ અને સર્વે સેવાભાવી યુવા ટીમ દ્વારા દાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો અને હજુ તેઓ વધુ મા વધુ મદદ કરતા રહેશે તેવું જણાવ્યું હતું આમ અત્યાર સુધી સેવાભાવી ટીમ તરફ થી ૮ લાખ જેટલી મોટી રકમ આ યુવાનો દ્વારા એકત્રિત કરી ડોનેશન કરેલ છે.આમ બરવાળા ના સેવાભાવી યુવા કાર્યકરો ની માનવતા સમગ્ર બોટાદ જિલ્લો ગર્વ અનુભવી રહ્યો છે.અને સેવાભાવી મિત્રો ની સમગ્ર પંથક મા પ્રશંસા થઈ રહી છે.

Previous articleભાવનગરના અકવાડા ગામે ડ્રેનેજની અધુરી કામગીરીને પગલે સ્થાનિકોની સમસ્યાઓમાં વધારો
Next articleભાવનગરના બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો