સરિતા શોપિંગ સેન્ટરનું ગમે ત્યારે કરાશે ડીમોલીશન

685

સિક્સલેન રોડ અને ફ્લાઈઓવર બ્રિજમાં બાધારૂપ શોપિંગ સેન્ટર દૂર કરવા અપાઈ છે નોટિસ : પાલિકાની મહેતલ બાદ વેપારીઓએ જાતે જ દુકાન ખાલી કરવામા લાગ્યા
સિકસ લેન રોડ તથા ફલાઈઓવર બ્રિજ નિર્માણ માં બાધારૂપ શહેરના સરીતાસોસાયટી ના નાકે આવેલ સરીતા શોપિંગ સેન્ટર ને જડમૂળ થી દૂર કરવાની ઘડીઓ ગણાઈ રહી છે બીએમસી દ્વારા વેપારીઓ ને સ્વેચ્છાએ દુકાનો ખાલી કરવા માટે તથા જરૂર જગ્યા કાઢી આપવા માટે ત્રણ દિવસની મહેતલ આપવામાં આવી હતી જે ગુરુવારે પૂર્ણ થશે. અને દુકાનદારો પણ પોતાની સ્વૈચ્છિક દુકાનો ખાલી કરી રહ્યા છે.
ભાવનગર શહેરના શાસ્ત્રીનગર-વડલા સર્કલથી દેસાઈનગર પેટ્રોલપંપ થી આગળ સુધી ના સિકસ લેન રોડ તથા ફલાઈઓવર બ્રિજ નું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં સરીતા સોસાયટી ના નાકે આવેલ સરીતા શોપિંગ સેન્ટર બાધારૂપ હોવા ઉપરાંત કાયદાકીય દષ્ટિએ સમગ્ર બાંધકામ ગેરકાયદે હોવાનું તંત્ર ને છેક ૩૦ વર્ષે ખબર પડી…! આથી તંત્ર એ શોપિંગ ધારકને નોટિસ ફટકારી હતી અને આ શોપિંગ સેન્ટરની કાયદેસરતા સાબિત કરવા ચોક્કસ સમયગાળો આપવામાં આવ્યો હતો પરંતુ એ સમય મર્યાદામાં ધારક કોઈ જ કાયદેસરતા સાબિત કરી શકયા ન હતાં.
આ ઉપરાંત શોપિંગ સેન્ટર ધારકે કોર્ટનું શરણું પણ લીધું હતું પરંતુ સમગ્ર બાબતનો અભ્યાસ કરી કોર્ટે પણ આ મુદ્દે હસ્તાક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો આમ છતાં બીએમસી દ્વારા રોડ-ફલાઈઓવર માટે જરૂરી જગ્યા પુરતું શોપીંગ સેન્ટરનું બાંધકામ દૂર કરી જગ્યા કાઢી આપવા જણાવ્યું હતું એ માટે ત્રણ દિવસ ની અવધિ આપવામાં આવી હતી અને ગુરુવારે આ સમય મર્યાદા પણ પૂર્ણ થતી હોય અને બીજી તરફ ફલાઈઓવર નિર્માણ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા જગ્યા ફાળવવા માટે તંત્ર ને વારંવાર જણાવતાં હોય આથી હવે ગમે તે ઘડીએ તંત્ર આ શોપિંગ સેન્ટર પર જેસીબી ફેરવી જગ્યા ખાલી કરાવશે.સરીતા શોપિંગ સેન્ટર ગેરકાયદે ઠર્યા બાદ તંત્ર હવે ગમે તે ઘડીએ તોડી પાડે એ વાત સત્ય છે ત્યારે આ શોપિંગ સેન્ટરના ૩૩ ભાડુઆતો દ્વારા આજરોજ ભાડાની દુકાનો સ્વૈચ્છિક રીતે ખાલી કરી દુકાન સ્થિત સર-સામાન સલામત સ્થળોએ શિફ્ટ કરવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleબાંદીપોરામાં અથડામણ, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો
Next articleશહેરમાં નારી ગૌરવ દિવસની ઉજવણીનો વિરોધ કરતા કોંગી કાર્યકરોની અટકાયત