બોટાદ ખાતે ૧૩માં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી

456

આજ રોજ બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબિસની જન્મતિથી નિમિત્તેની ઉજવણી મીટીંગ હોલ કલેકટર કચેરી ખાતે કરવામાં આવી હતી.આ પ્રસંગે કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે, આંકડાકીય બાબત એ ખૂબ મહત્વની બાબત છે. જેનો ઉપયોગ માત્ર ડોકટર કે વૈજ્ઞાનિકો જ નહિ પરંતુ સામાન્ય લોકો પણ પોતાના  રોજીંદા  જીવનમાં કરતા હોય છે અને આંકડાની મદદથી જ  વિકાસની ગતિને જાણી શકતા હોઈ છે. આંકડાકીય બાબતનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ, ખેતી અને પર્યાવરણ જેવા જુદા જુદા ક્ષેત્રોમાં કરી કેટલો વિકાસ સાચી દિશામાં થયો તે જાણી શકાય છે. વધુમાં પર્યાવરણની જાળવણી કરી ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખી વિકાસને વેગ આપવા  તેમજ ઉપસ્થિત અધિકારીઓને પણ ફિલ્ડમાં જઈ ચેક કરી સાચી માહિતી એકઠી કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમારે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું. રાજ્યમાં આંકડાકીય  રૂપરેખા બહાર પાડતો  બોટાદ જિલ્લો સૌથી પ્રથમ છે  ત્યારે તેનું વિમોચન આજ રોજ જિલ્લા કલેકટર સુજીત કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબિસના જીવન પરીચય વિશે તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અંગે પ્રેઝેન્ટેશન કરી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોષીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ૧૭  ગોલ્સના  ૧૬૯ લક્ષ્યાંકો દ્વારા સાતત્યપૂર્વક પૂર્ણ કરવા વિશેની વિગતવાર સમજણ આપી હતી.

Previous articleધૃફણીયા ગામે વરસાદથી ફરજો પડતા ચાર અબોલ જીવોના મોત
Next articleઅંધ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ જગતનાં પદ્મશ્રી મુક્તાબેન ડગલીનો સત્ત્કાર સમારંભ યોજાયો