દેશમાં ૨૪ કલાકમાં વધુ ૩૫,૪૯૯ લોકોને કોરોના

260

છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૭ દર્દીનાં મોત : કોરોના વાયરસની મહામારી સામે લડીને ૩ કરોડ ૧૧ લાખ ૩૯ હજાર ૪૫૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે
નવી દિલ્હી,તા.૯
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૪૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૪૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૯,૬૯,૯૫૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૦,૮૬,૬૪,૭૫૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૬,૧૧,૫૯૦ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૧ લાખ ૩૯ હજાર ૪૫૭ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૯,૬૮૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૦ ટકા છે. હાલમાં ૪,૦૨,૧૮૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૮,૩૦૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૮ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૮,૧૭,૬૭,૨૩૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના ૨૪ કલાકમાં ૧૭,૨૨,૨૨૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૫ કેસ નોંધાયા છે. જેની સામે ૧૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૭ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૬૫,૮૧,૪૭૮ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. રવિવારે ૩,૮૫,૪૬૧ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં ૩, સુરતમાં ૩, વડોદરામાં ૪, ગાંધીનગરમાં ૨, જામનગર, વલસાડમાં ૧-૧ સહિત કુલ ૧૪ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં હાલમાં કુલ ૨૦૭ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૨૦૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧૪૭૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Previous articleલોકસભામાં વિપક્ષોના વિરોધ વિના જ ઓબીસી અનામત બિલ પસાર
Next articleનિરજ ચોપરાનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત