મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગ્રેડ પેનો લાભ આપવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

133

કલેકટર, કમિશનર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું
સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આગામી તા.૫ ઓગષ્ટ થી ૧૬ ઓગષ્ટ સુધી રાજ્યવ્યાપી આંદોલનના કાર્યક્રમો ઘડી કાઢ્યાં છે ઉચ્ચતર પગારધોરણ ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે શિક્ષકોએ સરકાર સામે બાયો ચડાવી છે. જેને લઈ આજરોજ કલેક્ટર, કમિશનર, નગર પ્રાથમિક ચેરમેન અને શાસનાધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું.

મહાનગરપાલિકા હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગારધોરણ ૪૨૦૦ ગ્રેડ પે આપવા માટે ગત તા.૧૭-૩-૨૦૨૧ ના પરીપત્રમા સ્પષ્ટતા કરી છે છતાં હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિક્ષકોના કેસ મંજૂર કરવામાં આવ્યા નથી આથી આ ૪૨૦૦ ગ્રેડ પે ની ચુકવણી અમલી તત્કાળ થાય એ માટે ગુજરાત રાજ્ય નગરપ્રથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્ય કારોબારી ની મિટિંગમાં આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તથા શાસનાધિકારી ને આવેદનપત્ર આપી રજુવાત કરી હતી.

Previous articleશ્રાવણ માસના નિમિત્તે સાળંગપુરના હનુમાનજીદાદાને શાકભાજીનો શણગાર
Next articleવિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે ’વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામા આવી