વિદ્યાધીશ વિદ્યાસંકુલ ખાતે ’વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામા આવી

227

શાળાના બાળકોને સિંહ વિશે માહિતગાર કરવામા આવ્યા
૧૦ ઓગસ્ટ સમગ્ર વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે શાળાના બાળકો દ્વારા સિંહના મોહરા પહેરી ને આનંદ માણ્યો હતો, શાળા કેમ્પસમાં મુક્ત વિહાર કરી આનંદ લીધો હતો.વિદ્યાધીશ વિદ્યાસંકુલના પટાંગણમાં સ્કાઉટ-ગાઈડ બાળકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે સિંહના મોહરા પહેરીને બાળકોએ શાળાના કેમ્પસમાં મુક્ત રીતે વિહારનો આનંદ માણ્યો હતો, આ ઉજવણીમાં શાળાના આચાર્ય વિશાલભાઈ ત્રિવેદી તથા શાળાના શિક્ષક અજયભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓ ને સિંહ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે આજે વિશ્વ દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે.ભાવનગર ડીસીએફ સંદીપકુમારે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં આશરે ૭૦ થી વધુ સિંહ-સિંહણ વસવાટ કરે છે જેમાં મુખ્યત્વે તળાજા, મહુવા, જેસર, પાલીતાણા પંથકના ગ્રામ વિસ્તારોમાં વસવાટ કરે છે આ બધા પંથકમાં અવારનવાર સિંહ જોવા મળ્યા છે આ ઉપરાંત ભાવનગર, ગારીયાધાર, સિહોર પંથકમાં પણ ક્યારેક ક્યારેક સિંહણો જોવા મળતા હોય છે.

Previous articleમહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગ્રેડ પેનો લાભ આપવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
Next articleABVP દ્વારા ૮૫૦ ગામોમાં ધ્વજવંદન કરાશે