ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની મહિલા ટીમે સૌરાષ્ટ્ર ઝોનની ખો-ખો સ્પર્ધામાં પસંદ થયા બાદ લીમડી રેલવે સ્ટેશનની સફાઈ કરી

28

ખેલ મહાકુંભની ખો-ખો ની સ્ટેટની ઝોન કક્ષાની સ્પર્ધા લીમડી ખાતે યોજાઈ હતી
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનીવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ખો-ખોની ટીમના ખેલાડીઓએ ઉત્કર્ષ પ્રદર્શનને કારણે તમામ ખેલાડીઓની સૌરાષ્ટ્ર ઝોનની સ્પર્ધામાં પસંદગી થઈ હતી. જે બાદ આ ખેલાડીઓએ લીમડી ખાતે ખો-ખોની સ્પર્ધામાં રમવા ગઈ હતી. જે સ્પર્ધા પૂર્ણ થયા બાદ આ ખેલાડીઓએ લીમડી રેલવે સ્ટેશનની સફાઈ કરી ઉજવણી કરી હતી. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની ખો-ખો ની સ્ટેટની ઝોન કક્ષાની સ્પર્ધા લીમડી ખાતે યોજાઈ હતી. જેમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની ખો-ખો ની ટીમે સ્પર્ધા પૂર્ણ થયા બાદ લીમડી રેલવે સ્ટેશનની સફાઈ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનને સાર્થક કરવા માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની વિદ્યાર્થિનીઓએ એક પહેલ કરી હતી. તેમજ સંકલ્પ કર્યો હતો કે, જ્યાં પણ સ્પર્ધાઓ યોજાશે ત્યાં સ્વચ્છ ભારતના આ અભિયાનને સફળ બનાવવા માટે કોઈપણ જાહેર સ્થળની સફાઈ કરવામાં આવશે. લીમડી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત મુસાફરો અને રેલવેના કર્મચારીઓએ નંદકુંવરબા મહીલા કોલેજના આ પ્રયાસને બિરદાવીને તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી.