ભાવનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન અને મોટીવેશનલ વક્તા જ્ઞાનવત્સલ સ્વામિનો સેમિનાર યોજાશે

52

શહેરના જવાહર મેદાન ખાતે 1 જૂનના રોજ સેમિનારનું આયોજન કરાયું
ભાવનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન અને પ્રખર મોટીવેશનલ વક્તા જ્ઞાનવત્સલ સ્વામિનો સેમિનાર આગામી 1 જૂનના રોજ જવાહર મેદાન ખાતે યોજાશે. જેને લઈ સમગ્ર ભાવનગરમાં ખુબ જ ઉત્સાહ જોવાં મળી રહ્યો છે. પ્રમુખ સ્વામિ મહારાજના ખુબ જ કૃપાપાત્ર એવા જ્ઞાનવત્સલ સ્વામિ પોતે વિશ્વ વિખ્યાત વ્યાખ્યાતા અને પીએચડીની ઉપાધિ પણ ધરાવે છે. બીએપીએસ સંસ્થામાં ભગવાન સ્વામિનારાયણ લિખિત શિક્ષાપત્રીમાં જણાવ્યાં અનુસાર સંતોના નિયમો સારધાર પાળતા હોય તેવાં એક હજારથી પણ વધુ સંતો આધ્યાત્મિક અને સામાજિક કાર્યો બીએપીએસના વડા મહંત સ્વામિ મહારાજની આજ્ઞાથી કરી રહ્યા છે.
પ્રમુખ સ્વામિ મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે તેવાં સમયે આપણા પારિવારિક મૂલ્યોને પ્રાધાન્ય અને વિશેષ સમજ આપતા આ સેમિનાર આગામી તારીખ 1 જૂનના રોજ શહેરના જવાહર મેદાન ખાતે યોજાનાર છે. ત્યારે શહેરના તમામ બાળ, યુવા અને વડીલો, યુવતી, મહિલાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Previous articleમીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થતાં ૧૨થી વધુ શ્રમિકોનાં મોત નિપજ્યા
Next articleભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની મહિલા ટીમે સૌરાષ્ટ્ર ઝોનની ખો-ખો સ્પર્ધામાં પસંદ થયા બાદ લીમડી રેલવે સ્ટેશનની સફાઈ કરી