રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લેબર કોડની હોળી સહિતના દેખાવો યોજાયા

935

કેન્દ્ર સરકાર દ્વારા હયાત ૪૪ જેટલા શ્રમકાનુનો રદ કરી ચાર લેબર કોડ બનાવવાની દેશમાં બનાવવાનો નિર્ણય કર્યો છે. જેથી ૪૪ કરોડ શ્રમજીવીઓના પાયાના અધિકારો, નેસ્ત નાબુદકરાતા આ નવા ચાર લેબર કોડ દ્વારા કુલ શ્રમજીવીઓના પચાસ ટકા શ્રમજીવીઓને શ્રમકાનુનના અમલમાંથી જ બહાર મુકી દેતા દેશભરના દસ જેટલા જુદા જુદા યુનિયનો જેમાં ખાસ કરીને સીટુ, ઇન્ટુક, આઇટુક, એચએમએસ સહીતનાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા લેબર કોડનો વિરોધ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ભાવનગર શહેરન પાનવાડી, કુંભારવાડા, ચિત્રા, જી.આઇ.ડી.સી. સહિતના જુદા જુદા ચાર સ્થળોએ લેબર કોડની હોળીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓેએ દેખાવો યોજ્યા હતા.
સમગ્ર દેશમાં ચાર લેબર કોડ- બીલની હોળીનાં કાર્યક્રમો યોજાયો હતો. દિલ્હીમાં જંતરમંતર પાસે ટ્રેડ યુનિયનનો દેખાવો યોજાયા હતા. તેથી ગભરાયેલ સરકારે ૧ લી એપ્રીલથી જેનો અમલ થવાનો હતો તેનો અમલ કામચલાઉ રીતે સપ્ટેમ્બર માસ સુધી મોકુફ રાખેલ છે. સીટુ પ્રદેશ મહામંત્રી અરૂણ મહેતા તથા પ્રમુખ સતીષ પરમારે વિગતો આપતા જણાવ્યું છે કે કૃષિ કાળા કાયદાની જેમ ૪૪ મજુર કાયદો રદ કરીને ચાર લેબર કોડ બનાવવાની માંગણી દેશનાં એક પણ યુનિયને કરી ના હતી.વિશ્વની કોર્પોરેટ કંપનીઓએ, ભારતમાં શ્રમ કાનુનો ફલેકસીબલ કરવાની માંગણી પ્રમાણે નવા ચાર લેબર કોડ પસાર કરાયા છે. જે શ્રમજીવી વિરોધી છે. મજુરોને માલીકોને શરણે ધરી દેનાર છે. ફીકસ ટર્મ એમ્પ્લોયમેન્ટ, હાયર એન્ડ ફાયર (ગમે ત્યારે છુટા કરવા), ૮ કલાકને બદલે ૧૨ કલાકનો દિવસ, ૫૦ ટકા શ્રમજીવીઓને કોઈ લેબર કાયદા જ લાગુ ન પડે તેવી જોગવાઈ, કરોડો અસંગઠીત તથા બાંધકામ મજુરોને રક્ષણ હટાવી લેવા સહિતની બાબતો નવા ચાર કોડ દ્વારા શ્રમજીવીઓને અર્ધ ગુલામ બનાવશે અને તેથી સમગ્ર દેશભરના શ્રમજીવીઓમાં આ નવા ચાર લેબર કોડ સામે ભારે રોષ પ્રવર્તિ રહેલ છે. કેન્દ્ર સરકાર કંપની અને કોર્પોરેટની સરકાર છે. હાલ પાંચ રાજ્યમાં ચૂંટણી ચાલુ હોવાથી માત્ર કામ ચલાઉ મોકુફીની જાહેરાત કરાઈ છે.

Previous articleમહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણદિને શહેર ભાજપ દ્વારા પૂષ્પાજલિ અર્પણ કરાઈ
Next articleસિહોર તાલુકાના વાળાવડ ગામના ૬ માસના બાળક મિલનને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સારવારથી સારણગાંઠની પીડામાંથી મુક્તિ મળી