મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણદિને શહેર ભાજપ દ્વારા પૂષ્પાજલિ અર્પણ કરાઈ

885

ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણદિન નિમિત્તે આજે તા.૨ એપ્રીલના રોજ ભાવનગર શહેર ભાજપ દ્વારા નિલમબાગ ખાતે મહારાજાની પ્રતિમાને પૂષ્પાજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ૫૬મી પૂણ્યતિથિ નિમિત્તે નિલમબાગ સર્કલાં આવેલી પ્રતિમાને પૂષ્પાજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં મેયર કિર્તીબેન દાણીધારીયા સહિત ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો તથા કાર્યકરો જોડાયા હતા અને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.