ભારતમાં કોરોના કેસોમાં મોટી રાહત, ૨૪ કલાકમાં ૨૮,૨૦૪ નવા સંક્રમિત નોંધાયા

122

ન્યુ દિલ્હી,તા.૧૦
કોરોના સંકટની બીજી લહેરની અસર ઓછી થઈ રહી છે. ઓગસ્ટમાં પ્રથમવાર ૩૦ હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૨૦૪ નવા કેસ સામે આવ્યા અને ૩૭૩ લોકોના મોત થયા છે. આ પહેલા ૨૬ જુલાઈએ ૩૦ હજારથી ઓછા (૨૯,૬૮૯) કોરોના કેસ સામે આવ્યા હતા. તો દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૫૧૧ લોકો કોરોનાને માત આપી સાજા થયા છે એટલે કે એક્ટિવ કેસમાં કુલ ૧૩૬૮૦નો ઘટાડો થયો છે. મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ ૧૯ લાખ ૯૮ હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી ૪ લાખ ૨૭ હજાર ૮૬૨ લોકોના મૃત્યુ થયા છે. સારી વાત છે કે અત્યાર સુધી ૩ કરોડ ૧૧ લાખ ૮૦ હજાર લોકો સાજાપણ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ ૩ લાખ ૮૮ હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. કેરલમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના ૧૩૦૪૯ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધી ૩૫ લાખ ૬૫ હજાર ૫૭૪ થઈ ગી છે. રાજ્ય તરફથી કહેવામાં આવ્યું છે કે મહામારીમાં વધુ ૧૦૫ લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને ૧૭૮૫૨ પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી ૩૩,૭૭,૬૯૧ લોકો સાજા થઈ ચુક્યા છે અને ૧,૬૯,૫૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. કેરલમાં સંક્રમણ દર ૧૩.૨૩ ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ૯ ઓગસ્ટ સુધી દેશભરમાં ૫૧ કરોડ ૪૫ લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. સોમવારે ૫૪.૯૧ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. તો આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી ૪૮ કરોડ ૩૨ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવારે ૧૫.૧૧ લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ ૩ ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર ૧.૩૪ ટકા છે, જ્યારે રિકવરી રેટ ૯૭.૪૫ ટકા છે. એક્ટિવ કેસ ૧.૨૬ ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલામાં વિશ્વમાં ભારતમાં આઠમાં સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત ૧૦માં સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે.

Previous articleપ્રધાનમંત્રી મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો
Next articleજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત