રાજકીય પાર્ટીઓએ ઉમેદવારની જાહેરાતના ૪૮ કલાકની અંદર આપવી પડશે ક્રિમિનલ કેસોની જાણકારીઃ સુપ્રીમ

569

ન્યુ દિલ્હી,તા.૧૦
રાજનીતિના અપરાધીકરણ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે તમામ રાજકીય પાર્ટીઓને પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કર્યાના ૪૮ કલાકની અંદર તેમની સાથે જોડાયેલી તમામ જાણકારી સાર્વજનિક કરવી પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું, જો કોઈ ઉમેદવારની ઉપર કોઈ અપરાધિક કેસ નોંધાયેલો છે કે કોઈ મામલામાં ઉમેદવાર આરોપી છે તો તેની જાણકારી પણ ૪૮ કલાકની અંદર આપવી પડશે. સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓના અપરાધિક રેકોર્ડવાળી ગાઇડલાઇન્સને વધુ કડક કરી છે અને પોતાના જૂના ચુકાદામાં સુધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટ રાજનીતિમાં અપરાધીકરણ સાથે જોડાયેલા ૧૩ ફેબ્રુઆર, ૨૦૨૦ના પોતાના ચુકાદાને સંશોધિત કરતાં કહ્યું કે, રાજકીય પાર્ટીઓને ચૂંટણી માટે પસંદગી કરેલા ઉમેદાવારોનો અપરાધિક ઈતિહાસ પણ પ્રકાશિત કરવો પડશે. આ પહેલા ફેબ્રુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાના પેરેગ્રાફ ૪.૪માં આદેશ આપ્યો હતો કે તમામ રાજકીય પાર્ટીઓને ઉમેદવારોની પસંદગીના ૪૮ કલાકની અંદર કે નોમિનેશન દાખલ કરવાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા, જે પણ પહેલા હોય તે ઉમેદવાર સાથે જોડાયેલી જાણકારી સાર્વજનિક કરવી પડશે. ઉમેદવાર પર જો કઈ અપરાધિક કેસ નોંધાયેલો છે તો તેની પણ જાણકારી સાર્વજનિક કરવી જરુરી હશે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, જે પણ રાજકીય પાર્ટી ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ સાર્વજનિક નહીં કરે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાને ધ્યાને લઈ પાર્ટીના ચૂંટણી ચિન્હને ફ્રીઝ કે સસ્પેન્ડ રાખવામાં આવશે. તેની પર રાજકીય પાર્ટી CPM તરફથી વકીલે કોઈ શરત વગર માફી માંગતા કહ્યું કે, અમારો પણ આવો વિચાર છે કે રાજનીતિનું અપરાધીકરણ ન થવું જોઈએ. તેની પર કોર્ટે CPM ના વકીલને કહ્યું કે, માફથી કામ નહીં ચાલે. અમારા આદેશોનું પાલન કરવું પડશે.

Previous articleહવાઈ દળએ લદ્દાખમાં વિશ્વના સૌથી ઉંચા મોબાઈલ એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનું નિર્માણ કર્યું
Next articleઇન્દોરમાં રમકડાનું ચુંબક ગળી ગયેલા ૩ વર્ષના બાળકનું સર્જરીના ૪ કલાક બાદ મોત